Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

અમદાવાદના ખોખરામાં સ્કૂલ નજીક બિનવારસી થેલીમાં દેશી બનાવટના બૉમ્બ મળતા દોડધામ

બોમ્બે રાષ્ટ્રીય ભારતી સ્કૂલ નજીકથી બેગ મળી : બૉમ્બ સ્ક્વોડની લેવાઈ મદદ

અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી બોમ્બે રાષ્ટ્રીય ભારતી સ્કૂલ નજીકથી બોમ્બ મળી આવતાં દોડધામ મચી હતી. ઘટનાની જાણ થતાં ખોખરા પોલીસ સ્થળ ઉપર દોડી ગઈ હતી.

અમદાવાદ શહેરનાં ખોખરા વિસ્તારમાં આવેલી બોમ્બે રાષ્ટ્રીય ભારતી સ્કૂલ પાસેથી બિનવારસી હાલતમાં બેગ મળી આવી હતી. જેમાં બોમ્બ હોવાનું સામે આવતાં દોડધામ મચી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ દેશી બનાવટનાં બોમ્બ હોવાનું જણાઈ આવ્યું છે. ઘટનાની જાણ થતાં ખોખરા પોલીસ સ્થળ ઉપર દોડી આવી હતી. હાલ તો બોમ્બ સ્ક્વોડની પણ મદદ લેવામાં આવી રહી છે. શાળા નજીકથી બોમ્બ મળ્યા હોવાથી વાલીઓને જાણ થતાં ભારે દોડધામ મચી હતી.

(1:16 pm IST)