Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

અંકલેશ્વર જીઆઇડીસી નજીક બાઈક સ્લીપ થતા પ્રવીણ નાયકનું મોત

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી સંગીતા ઇન્ડિયા કંપનીની સામેથી પસાર થઈ રહેલો એક બાઈક ચાલક પટકાયો હતો. જીજે 26, એમ- 5174 નંબરનું પલ્સર બાઈક સ્લિપ થઈ જતાં માર્ગ ઉપર પટકાયેલા યુવાન પ્રવીણ જયરામ નાયકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેના પગલે તેનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. પોલીસે અકસ્માત ગુનો નોંધવાની આગળની તજવીજ હાથ ધરી હતી.

(12:21 pm IST)