Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

હદ થઇ ગઇ

મેડીકલ કોલેજની વિદ્યાર્થીનીને લીફટમાં પ્રોફેસરે બથ ભરી લીધી

 અમદાવાદઃ સોલા ખાતે આવેલી GMERS મેડિકલ કોલેજમાં MBBS  ના ચોથા સેમેસ્‍ટરમાં અભ્‍યાસ કરતી વિદ્યાર્થિનીએ આસિસ્‍ટંટ પ્રોફેસર પર છેડતીનો આરોપ મૂક્‍યો છે વિદ્યાર્થિનીએ સોલા પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે. ફરિયાદમાં વિદ્યાર્થિનીએ લખાવ્‍યું છે કે, કોલેજ સતાધિશોને શારીરિક સતામણીની ફરિયાદ કર્યા છતાં તેમણે કોઈ પગલાં ભર્યા નથી .

  આ અંગેની વિગત મુજબ સોલા સિવિલ હોસ્‍પિટલમાં એમબીબીએસમાં ચોથા સેમિસ્‍ટરમાં અભ્‍યાસ કરતી વિદ્યાર્થીર્નીએ પ્રાઈવેટ ટ્‍યુશન માટે અન્‍ય વિદ્યાર્થીઓના રેફરન્‍સથી આસિસ્‍ટન્‍ટ પ્રોફેસર પંકજ આખેલકરનો સંપર્ક કર્યો હતો. પંકજ આખેલકરે તેને મળવા માટે ૧૯ જૂનના સાંજે ૬ વાગ્‍યે મળવાનો સમય આપ્‍યો હતો. આ વાતચીત માટે વિદ્યાર્થીની અને પ્રોફેસર લીફટમાં જઇ રહ્યા હતા ત્‍યારે પ્રોફેસરે વિદ્યાર્થીનીને બાથમાં ભીડીને જબરદસ્‍તીથી કિસ કરી લીધી હતી. વિદ્યાર્થીનીએ આ અંગે કોઇને જાણ કરી ન હતી પરંતુ પરિવારના સભ્‍યોની સંમતિ બાદ એક  તેણે મંગળવારે આ અંગે સોલા હાઈકોર્ટ પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ કરી છે. આ પોલીસ તપાસ શરૂ કરી છે.

(12:08 pm IST)