Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

રાજ્યના 63 તાલુકામાં મેઘો મંડાયો : ભિલોડામાં 5 ઇંચ ખાબક્યો: માલપુર અને પોશીનામાં ત્રણ-ત્રણ ઇંચ : વડાલી અને ખાનપુરમાં બે ઇંચ વરસાદ

બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી

 

અમદાવાદ ;રાજ્યમાં ચોમાસાના વિધિવત મંડાણ થયા છે છેલ્લા 24 કલાકના વરસાદના આંકડાઓ પર નજર કરવામાં આવે તો રાજ્યના 25 જિલ્લામાંથી 63 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ અરવલ્લી જિલ્લાના ભિલોડામાં 4.7 ઇંચ વરસાદ નોંધાયો છે. માલપુર અને પોશીનામાં ત્રણ-ત્રણ ઇંચ તેમજ વડાલી અને ખાનપુરમાં બે-બે ઇંચ વરસાદ નોંધાયો છે.

 

  સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદે પધરામણી કરી છે. અમરેલીના રાભડા ગામની સ્થાનિક નદીમાં પુરની સ્થિતિ સર્જાઈ છે. દરમિયાન હવામાન વિભાગે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આપી છે.

 

  હવામાન વિભાગે આગાહી કરતા કહ્યું છે કે, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લીમાં ભારે વરસાદ વરસી શકે છે. અગામી 2 દિવસ ભારે વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે.

(9:25 am IST)