Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

અમદાવાદની મેડિકલ કોલેજની વિદ્યાર્થિનીને લિફ્ટમાં પ્રોફેસર બાથમાં ભીડીને જબરજસ્તીથી કરી દીધી કિસ

કોલેજ સત્તાધીશોને શારીરિક સતામણીની ફરિયાદ છતાં કોઈ પગલાં નહીં લેવાતા સોલા પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ

 

અમદાવાદના સોલા ખાતે આવેલી GMERS મેડિકલ કોલેજમાં MBBSના ચોથા સેમેસ્ટરમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ આસિસ્ટંટ પ્રોફેસર પર છેડતીનો આરોપ મૂક્યો છે વિદ્યાર્થિનીએ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે.ફરિયાદમાં વિદ્યાર્થિનીએ લખાવ્યું છે કે, કોલેજ સત્તાધિશોને શારીરિક સતામણીની ફરિયાદ કર્યા છતાં તેમણે કોઈ પગલાં ભર્યા નથી .

 

  આ અંગેની વિગત મુજબ સોલા સિવિલ હોસ્પિટલમાં એમબીબીએસમાં ચોથા સેમિસ્ટરમાં અભ્યાસ કરતી એક સ્ટુડન્ટે ને પ્રાઈવેટ ટ્યુશન માટે અન્ય વિદ્યાર્થીઓના રેફરન્સથી આસિસ્ટન્ટ પ્રોફેસર પંકજ આખેલકરનો સંપર્ક કર્યો હતો. પંકજ આખેલકરે મળવા માટે 19 જૂનના સાંજે 6 વાગ્યે મળવાનો સમય આપ્યો હતો. આ વાતચીત માટે વિદ્યાર્થીની અને પ્રોફેસર લીફટમાં જઇ રહ્યા હતા ત્યારે પ્રોફેસરે વિદ્યાર્થીનીને બાથમાં ભીડીને જબરદસ્તીથી કિસ કરી લીધી હતી. વિદ્યાર્થીનીએ આ અંગે કોઇને જાણ કરી ન હતી પરંતુ પરિવારના સભ્યોની સંમતિ બાદ એક અઠવાડિયા પછી તેણે મંગળવારે આ અંગે સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે

(11:47 pm IST)