Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

કરજણના સાસરોદ ગામે મકાનનો સ્લેબ તૂટી પડતા ત્રણ દબાયા :એકનું મોત

વડોદરાના કરજણ તાલુકાના સાસરોદ ગામે એક મકાનનો સ્લેબ તૂટી પડતા એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. આ અંગેની વિગત મુજબ સાસરોદ ગામે નારેશ્વર રોડ પર આવેલી નવી નગરીમાં આવેલા મકાનમાં બપોરના સમયે અચાનક જ મકાનનો સ્લેબ તૂટી પડ્યો હતો.

 

   સમયે ઘરમાં શાંતિલાલ વસાવા, રેવાબેન વસાવા અને શનાભાઇ રાઠોડ હાજર હતા. સ્લેબ તૂટી પડવાને કારણે ત્રણેય લોકો દબાયા હતા. આ દુર્ઘટનામાં શાંતિલાલ વસાવાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે રેવાબેન વસાવા અને શનાભાઇ રાઠોડ ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

 

 

(12:09 am IST)