Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

રાજ્ય સરકારના બોર્ડ-નિગમના ચેરમેન અને ઉપાધ્યક્ષને દરમહિને વેતન મળશે

વેતન ઉપરાંત 1500નું ટેલિફોનબીલ ,રહેવા માટે મકાન,દરમાહિને ઇનોવા ગાડીના 3000 કી,મી મળશે ;અમૃતમ યોજના અને વાત્સલ્ય યોજનાનો પણ લાભ અપાશે

અમદાવાદ, રાજ્ય સરકાર ના ૭૦ બોર્ડ નિગમમાં ફરજ બજાવતા બિન સરકારી ચેરમેન અને બિન સરકારી ઉપાધ્યક્ષને હોદ્દાની રૂએ સરકારી લાભો આપવાની સરકારના નાણાં વિભાગે પરિપત્ર કર્યો છે. જેથી હવે તેમને માસિક માનદ વેતન આપી વધારાનો આર્થિક લાભ આપવાનો નિર્ણય લેવાયો છે.

  રાજ્યના બોર્ડ નિગમમાં ફરજ બજાવતા આ બંને હોદાઓ પર કામ કરતા અધિકારીઓને પગાર સિવાય અન્ય સરકારી લાભો મળતા ન હતા. હવે સરકારના નાણા વિભાગે બિન સરકારી ચેરમેન ને દર માસે રૂપિયા ૨૫ હજાર માનદ વેતન મળશે. જયારે ઉપાધ્યક્ષ ને રૂપિયા ૧૫ હજાર નુ માનદ વેતન આપવાનું નક્કી કર્યુ છે.

  ઉપરાંત બંને હોદ્દા પરના અધિકારીઓને  ૧૫૦૦ નું ટેલિફોન બીલ, રહેવા માટે મકાન,ઇનોવા ગાડીના દર માસે ૩૦૦૦ કિલોમીટર મળશે. તેમજ આરોગ્ય માટે મુખ્યમંત્રી અમૃતમ યોજના અને મા વાત્સલ્ય યોજનાનો પણ લાભ મળશે.

(12:45 am IST)