Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

દેશના હિતની વાતમાં કોંગ્રેસ ક્યારેય રાજકારણ કરતુ નથી :કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે :અહમદ પટેલ

ભરૂચ :કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલે સર્જીકલ સ્ટ્રાઇક મુદ્દે ભારતીય જવાનોની કામગીરીની સરાહના કરી હતી.અહેમદ પટેલે જણાવ્યું કે, દેશહિતની વાત હોય ત્યારે તેમણે ક્યારેય રાજનીતિ નથી કરી. જ્યારે સર્જીકલ સ્ટ્રાઇક કરવામાં આવી હતી ત્યારે પણ તેમણે કેન્દ્ર સરકારના નિર્ણયની તરફેણ કરી હતી

 કાશ્મીર એ ભારતનું અભિન્ન અંગ છે અને ત્યાં આતંકવાદ ખતમ કરવા સરકાર દ્વારા હજુ પણ વધુ કામગીરી કરવામાં આવે તેવી માંગણી અહેમદ પટેલે કરી હતી. ભરૂચ જિલ્લા કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ પરિમલસિંહ રાણાના અભિવાદન સમારોહમાં અહેમદ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

(1:10 am IST)
  • યુનાઈટેડ નેશન્સ (યુએન) માં અમેરિકી રાજદૂત નિકી હેલે ગુરુવારે પોતાનો ત્રણ દિવસીય ભારત પ્રવાસ પૂરો કરીને પાછા ફર્યા છે. પ્રવાસના અંતિમ દિવસે તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. નિકીએ આ મુલાકાતમાં પીએમ મોદીને ઈરાન વિશે સંદેશ આપ્યો કે જે ટ્રમ્પ તરફથી આવ્યો હતો. અમેરિકાએ ભારતને સ્પષ્ટ કહ્યુ છે કે ઈરાન સાથે પોતાના સંબંધો પર તે ફરીથી વિચાર કરે. access_time 1:39 pm IST

  • લાલુને ઇલાજ માટે હાઇકોર્ટ તરફથી બીજી વખત મળી ૬ સપ્તાહની પ્રોવિઝનલ બેલઃ ૧૧ મી મેથી જામીન ઉપર છેઃ હવે ૧૭ ઓગસ્‍ટ સુધી રાહતઃ ૬ માંથી ૪ કેસમાં થઇ છે સજા access_time 3:44 pm IST

  • પહેલી જાન્યુઆરીથી જીએસટીનું નવું રિટર્ન ફોર્મ આવશે :સોફ્ટવેરની સફળતા પૂર્વક બીટા ટેસ્ટિંગ પછી સરકાર નવું રિટર્ન ફોર્મ લાવશે એવું ફાઈનાન્સ સેક્રેટરી હસમુખ અઢિયાએ જણાવ્યુ હતું.: જીએસટીના અંતર્ગત ખોટા ઈનપુટ ક્રેડિટના દાવાઓને કારણે મોટા ભાગે કરચોરી access_time 1:12 am IST