Gujarati News

Gujarati News

News of Monday, 29th May 2023

દહેગામ નજીક સીમમાં આવેલ એક મકાનને નિશાન બનાવી તસ્કરો 41 હજાર તફડાવી છૂમંતર.....

દહેગામ :  કનીપુર ગામની સીમમાં આવેલા એક રહેણાંક મકાન ખાતે રેડ કરી પાંચ જુગારીઓને ૪૧,૦૦૦ રોકડ સહિતના મુદ્દા માલ સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

કનીપુર ગામની સીમમાં બહિયલ - કમાલબંધ વાસણા રોડ પર આવેલ શક્તિ ફાર્મ નજીક આવેલ કેશાજી અરજણજી ઝાલાના મકાન ખાતે કેટલાક શખ્સો ભેગા મળી હાર જીતનો જુગાર રમી રહ્યા છે. હકીકત આધારે બહિયલ પોલીસની ટીમે જગ્યા પર જઈ તપાસ કરતાં મકાનનો દરવાજો અંદરથી બંધ હતો. બાદમાં પોલીસે દરવાજો ખખડાવતાં અંદરથી એક વ્યક્તિએ દરવાજો ખોલ્યો હતો. બાદમાં પોલીસ ટીમે મકાનમાં જઈ તપાસ કરતાં અંદર કેટલાક ઈસમો જુગાર રમી રહ્યા હતા. આ મામલે બહિયલ પોલીસે જુગાર રમી રહેલા કેશાજી અરજનજી ઝાલા, શંકરજી બાબુજી ઝાલા, મનુજી કેશાજી ઝાલા, રણજીત ઇન્દુભાઇ સોલંકી તમામ રહે. કનીપુર અને હાદક ઉર્ફે બોબો કનુભાઈ પટેલ રહે. બહિયલને ઝડપી લઇ ૪૧ હજાર રોકડ તેમજ ત્રણ મોબાઈલ સહિત કુલ રૃ.૪૪૬૪૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. ઝડપાયેલા તમામ આરોપની સામે બહિયલ પોલીસે ગુન્હો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

(6:44 pm IST)