Gujarati News

Gujarati News

News of Monday, 29th May 2023

નેશનલ હાઇવે પર નર્મદા ચોકડી પાસે માસુમ બાળકીને ઝાડીમાં લઇ જઈ અડપલાં કરનાર યુવકને લોકોએ મેથીપાક ચખાડ્યો

ભરૃચ .ભરૃચ નેશનલ હાઈવે ૪૮ ઉપર આવેલ નર્મદા ચોકડી નજીક એક ખાનગી કંપની માં મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા શ્રમિક પરિવારની માસુમ બાળકીને એક ટામેટા વેચવાવાળો નરાધમ  નજીકમાં ઝાડી ઝાંખરાઓમાં લઈ ગયો હતો.ત્યાં તેણે બાળકી  સાથે   શારીરિક અડપલા કર્યા હતા.જેનો  વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા રંગે હાથ ઝડપાયેલા નરાધમને લોકોએ મેથીપાક ચખાડી પોલીસને હવાલે કર્યો છે. બનાવની મળતી માહિતી અનુસાર ,ભરૃચના નેશનલ હાઈવે ૪૮ ઉપર આવેલ નર્મદા ચોકડી નજીક રસ્તા ઉપર એક શ્રમજીવી પરિવારનું ઝુંપડું આવેલું છે .પરિવારની માસુમ બાળકીને નજીકમાં જ ટામેટાવાળો ચોકલેટની લાલચ આપી  ઝાડીઓમાં લઈ જઈ રહ્યો હતા.ે તે દરમિયાન નજીકથી પસાર થતા કેટલાક જાગૃત લોકોની નજર પડી હતી .અને આ જાગૃત નાગરિકોએ પોતાના મોબાઈલ ચાલુ રાખી ટામેટા વાળો બાળકીને જ્યાં લઈ ગયો હતો, તે અવાવરું જગ્યા ઉપર પહોંચ્યા હતા .જ્યાં ટામેટાવાળો માસુમ બાળકી સાથે શારીરિક અડપલા  કરવાના પ્રયાસો કરી રહ્યો હતો .આ સમગ્ર કૃત્ય જાગૃત નાગરિકોના મોબાઇલમાં કેદ થયું હતુ.ં જેના પગલે જાગૃત નાગરિકોએ નરાધમને રંગે હાથ દબોચી લઈ મેથીપાક ચખાડયો હતો. માસુમ બાળકી સાથે કોઇ અઘટિત કૃત્ય થાય તે પહેલા જાગૃત નાગરિકો પહોંચી ગયા હતા .જેના કારણે મોટી ઘટના ઘટના ટળી હતી .અને જાગૃત નાગરિકોએ નરાધમને ઝડપી પાડી લાફા ઝીંક્યા હતા. લોકોની પકડમાંથી નરાધમે ભાગવાનો પ્રયાસ કર્યો  હતો. નરાધમને લોકોએ ઝાડ સાથે બાંધી નબીપુર પોલીસને જાણ કરી હતી અને પોલીસે નરાધમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(6:40 pm IST)