Gujarati News

Gujarati News

News of Monday, 29th May 2023

મરદ મુછાળા જે કામગીરી રથયાત્રામાં સંભાળવા સક્ષમ ન હતા તેવી મહત્‍વની કામગીરી માટે તમામ મહિલા ડીસીપી મેદાને

ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીના સુચનનો ફૂલપ્રુફ પ્‍લાનિંગ સાથે મહિલા શક્‍તિઓનો નવો પ્રયોગ અમલમાં મૂકનાર સ્‍પેશ્‍યલ બ્રાન્‍ચ જોઇન્‍ટ સીપી અજયકુમાર ચૌધરી આખો પ્‍લાન ‘અકિલા' સમક્ષ વર્ણવે છે : તમામ વિસ્‍તારોમાં મહિલાઓ સાથે બેઠક કરી શાંતિ કેવી રીતે જાળવવી અને ઘરના પુરૂષોને પણ કેવી રીતે કોમી ભાઈચારાના પાઠ ભણાવવા તેની વિશેષ તાલીમઃ એડી.સીપી નીરજ બડ ગુજજર દ્વારા ફૂટ પેટ્રોલીંગ જાતે કરવા સાથે હિન્‍દુ -મુસ્‍લિમ યુવાનો વચ્‍ચે ભાઇચારા માટે ક્રિકેટ ટૂનામેન્‍ટ સહિતના અદભુત આયોજન: મુખ્‍ય પોલીસ વડા વિકાસ સહાય, લો એન્‍ડ ઓર્ડર વડા નરસિંહમાં કોમાર અને અનુપમસિંહ ગેહલોત દ્વારા ઘડાયેલ માસ્‍ટર પ્‍લેનનો ખૂબીથી અમલમાં મૂકવા ઇન્‍ચાર્જ સીપી પ્રેમવીરસિંહ અને ડીસીપી ચૈતન્‍ય માંડલિક ટીમ દ્વારા રાઉન્‍ડ ધ કલોક કામગીરી

રાજકોટ, તા.૨૯: અમદાવાદની ઐતિહાસિક અને પોલીસ બંદોબસ્‍તની દ્રષ્ટીએ ખૂબ મહત્‍વની એવી રથયાત્રા માટે ખૂબ અંગત રસ લેવા સાથે મહત્‍વના સૂચન ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા કરવામાં આવેલ જેમાં એક મહત્‍વનું સૂચનએ પ્રકારે હતું કે મહિલા પોલીસ અધિકારીઓને વિવિધ મોહલ્લામાં મોકલી મહિલાઓ સાથે સવાંદ કરવો ખૂબ જરૂરી હોવાના સૂચન આધારે આખી રથયાત્રાની  વિવિધ  સ્‍કિમ સચિત મહત્‍વની જવાબદારી જેના શીરે છે તેવા સિનિયર આઇપીએસ અને સ્‍પેશ્‍યલ બ્રાન્‍ચના જોઇન્‍ટ પોલીસ કમિશનર અજયકુમાર ચૌધરી દ્વારા મહત્‍વની જવાબદારીઓ ડીસીપી લેવલના મહિલા અધિકારીઓને સુપ્રત કરી હોવાનું અકિલા સાથેની વાતચીતમાં જણાવ્‍યું છે.

શ્રી લવિના સિન્‍હા ડીસીપી ઝોન-૧ અમદાવાદ શહેર, શ્રી કાનન દેસાઈ ડીસીપી ઝોન-૪ અમદાવાદ શહેર, શ્રી ભારતી પંડયા ડીસીપી  EOW ક્રાઈમ અમદાવાદ શહેર, શ્રી હિમાલા જોષી એસીપી, શ્રી નીધી ઠાકુર એપીસી, શ્રી મંજીતા વણઝારા ડીસીપી મુખ્‍ય મથક અમદાવાદ શહેર, શ્રી કોમલ વ્‍યાસ ડીસીપી કંટ્રોલ રૂમ અમદાવાદ શહેર, શ્રી એન.એચ. દેસાઈ ટ્રાફીક પヘમિ અમદાવાદ શહેર.

જોઇન્‍ટ પોલીસ કમિશનર અજયકુમાર ચૌધરી દ્વારા ગૃહમંત્રીના સૂચન અંતર્ગત આ રણનીતિમાં મહત્‍વનો રોલ ભજવનાર વિકાસ સહાય, નરસિંહમાં કોમાંર અને આઇબી વડા અનુપમસિંહ ગેહલોત વિગેરે સાથે પરામર્શ કર્યા બાદ મહિલા ડીસીપીઓ સાથે સઘન મેરેથોન બેઠક પગલે પગલે ઉકત અઘિકારીઓને તેમને કયા વિસ્‍તારમાં કેટલા વાગ્‍યે જવાનું છે અને કયા સ્‍થળે મિટિંગ કરવાની છે તેની આખી રૂપરેખા અજય કુમાર ચૌધરી દ્વારા  તૈયાર કરી આદેશ આપવામાં આવ્‍યા છે.       

રથયાત્રા રૂટ પર આવતા જર્જરિત મકાનો એન્‍ટ્રીથી લોક કરી કોઈ છત પર ન જાય તેવી પણ વ્‍યવસ્‍થા અજયકુમાર ચૌધરી દ્વારા ગોઠવવામાં આવી હોવાનું જણાવેલ.

ઉકત મહિલા ડીસીપોઓ દ્વારા અન્‍ય વિસ્‍તારમાં પણ કયારે જવું તે રૂપરેખા પણ સ્‍પેશ્‍યલ બ્રાન્‍ચ વડા દ્વારા આપવામાં આવી છે.    સેકટર ૧ ના વડા નીરજ બડ ગુજ્જર દ્વારા પણ જાતે ચેકીંગ તથા ફૂટ પેટ્રોલિંગ અને હિન્‍દુ મુસ્‍લિમ યુવાનો વચ્‍ચે મેચ જેવી મહત્‍વની જવાબદારીઓ સાંભળવામાં આવી છે.         ઇન્‍ચાર્જ પોલીસ કમિશનર પ્રેમવીર સિંહ તથા ક્રાઇમ બ્રાન્‍ચ ડીસીપી ચૈતન્‍ય માંડલિક દ્વારા રથ યાત્રા અંતર્ગત સ્‍લીપર સેલ, તડીપાર શખ્‍શો ની ગતિવિધિ પર નજર રાખવા માટે આખું નેટવર્ક ગોઠવવામાં આવ્‍યું છે. બીજી તરફ મંદિર પ્રશાસન દ્વારા વિવિધ વિધિઓ માટે તડામાર તૈયરીઓ શરૂ કરી છે.

જળયાત્રા તા.૪ જૂનને રવિવારે યોજાવાની છે. જળયાત્રા બાદ ભગવાન તેમના મોસાળ સરસપુર જશે અને ૧૫  દિવસ મામાના ઘરે રોકાણ કરશે. જળયાત્રાને ગણતરીના દિવસો બાકી છે. ત્‍યારે મોસાળમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મંડપ બંધાઈ રહ્યા છે, આમંત્રણ પત્રિકાનું વિતરણ કરાઈ રહ્યું છે અને સાફ સફાઈ થઈ રહી છે. ભાણેજ આવે અને લાડ લડાવવાની મોસાળવાસીઓ રાહ જોઈ રહ્યા છે.

જળયાત્રા બાદ ભગવાન મોસાળ આવશે. ત્‍યારે મોસાળમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ વખતે પ્રથમ વખત મોસાળમાં લક્ષ્મીનારાયણ યજ્ઞનું આયોજન કરવામાં આવ્‍યું છે. તા.૧૧ને રવિવારે લક્ષ્મીનારાયણ યજ્ઞ યોજાશે. જેમાં પ્રભુ પ્રસાદી પણ આપવામાં આવશે. તો કેરી, ડ્રાયફ્રૂટ, મગજનો મનોરથ, મિકસ ફ્રૂટ મનોરથ વગેરેના જેવા મનોરથ યોજવામાં આવશે. ૧૪ તારીખે બુધવારે અગિયારસના દિવસે ભગવાનનું મામેરુ દર્શન માટે ખુલ્લું મુકવામાં આવશે.

(4:38 pm IST)