Gujarati News

Gujarati News

News of Monday, 29th May 2023

વરસાદના લીધે અમદાવાદમાં બાબા બાગેશ્વરનો આજનો દિવ્‍ય દરબાર રદ્દ

૩ જુને વડોદરામાં કાર્યક્રમ, રજીસ્‍ટ્રેશન ફૂલ થઈ ગયા

અમદાવાદઃ બાબા બાગેશ્વરના અમદાવાદ પ્રવાસને લઈને મોટા સમાચાર સામે આવ્‍યા છે. બાગેશ્વર ધામના ધીરેન્‍દ્ર શાષાીનો આજનો અમદાવાદનો દિવ્‍ય દરબાર રદ કરવામાં આવ્‍યો છે. ભારે વરસાદના કારણે બાબાના દિવ્‍ય દરબાર આજે નહીં ભરાઈ શકે. અગાઉ ચાણકયપુરી શક્‍તિ મેદાનમાં બાબાનો દિવ્‍ય દરબાર ભરાવાનો હતો. પરંતુ લોકોની ભીડ વધારે થવાના કારણે સ્‍થળ બદલાયું હતું અને ઓગણજ એસપી રીંગ રોડ ખાતે દરબાર ભરાવાનો હતો. પરંતુ વરસાદના કારણે બંને જગ્‍યાએ પાણી ભરાઈ ગયા હોવાના કારણે બાબાનો દિવ્‍ય દરબાર આજે નહીં ભરાય.

અમદાવાદમાં બાબા બાગેશ્વરનો દિવ્‍ય દરબાર રદ કરાયો છે. વરસાદના પગલે સમિતિએ આ નિર્ણય લીધો છે. ગઇકાલે ખાબકેલા અતિ ભારે વરસાદના પગલે ઓગણજ ખાતે દરબાર માટે ડોમ અને સ્‍ટેજ બનાવવું મુશ્‍કેલ બન્‍યું છે. ઓગણજ મેદાનમાં ચારેતરફ પાણી ભરાયા છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, દરબાર ભલે રદ થયો હોય. પરંતું બાબા શ્રધ્‍ધાળુઓને દર્શન આપે તેવી વ્‍યવસ્‍થા કરાઇ રહી છે. હાલ ધિરેન્‍દ્ર શાષાીએ પ્રવીણ કોટકના નિવાસ સ્‍થાને રાત્રિ રોકાણ કર્યુ હતું. ત્‍યારે બપોર સુધીમાં નવા કાર્યક્રમ અને સ્‍થળની જાહેરાત થઈ શકે છે.

વડોદરા શહેરમાં ધીરેન્‍દ્ર શાષાીના દિવ્‍ય દરબાર માટે તડામાર તૈયારીઓ ચાલુ કરાઈ છે. ધીરેન્‍દ્ર શાષાી માટે ૮૦ બાય ૬૦ની સાઈઝનો ભવ્‍ય સ્‍ટેજ બની રહ્યો છે. ૩ જૂને વડોદરાના નવલખી મેદાન ખાતે ધીરેન્‍દ્ર શાષાીનો દિવ્‍ય દરબાર યોજાનાર છે. આ દરબારમાં દોઢ લાખ લોકો આવી શકે તેવી વ્‍યવસ્‍થા છે. અગાઉ ૭૫ હજાર લોકો માટેનું આયોજન હતું. આ દરબારમાં મુખ્‍યમંત્રી, પ્રદેશ ભાજપ પ્રમુખ, ગળહરાજ્‍ય મંત્રી, આરોગ્‍ય મંત્રી સહિતના મહાનુભાવોને આયોજકો આમંત્રણ અપાશે. વડોદરાના તમામ સંપ્રદાયના ધર્મગુરૂઓને પણ આમંત્રિત કરાશે. દિવ્‍ય દરબારમાં ૧૫ હજાર ખુરશીઓ માટે રજિસ્‍ટ્રેશન શરૂ કરાયું હતું. પરંતું માત્ર ૩ દિવસમાં ખુરશી પર બેસવાનું રજીસ્‍ટ્રેશન પૂરું ફૂલ થઈ ગયુ હતું, જેથી ખુરશીની સંખ્‍યા વધારી ૨૦ હજાર કરી હતી. આવતીકાલથી ખુરશી પર બેસવાનું રજીસ્‍ટ્રેશન  બંધ થશે. જોકે, હાલ ગુજરાતમાં વાતાવરણ ડહોળાયુ છે. ખરાબ વાતાવરણ હશે તો આયોજકોએ કાર્યક્રમ અન્‍ય સ્‍થળે કરવા પણ તૈયારી કરી લીધી છે. આયોજકોએ સોશિયલ મીડિયા પર પણ પ્રચાર તેજ કર્યો છે. લોકો પોતાના ફોટા સાથેની ફ્‌લેટ ડાઉનલોડ કરી વાયરલ કરી શકે તે માટેની સેલ્‍ફી લિંક પણ તૈયાર કરી છે. બાબા ધીરેન્‍દ્ર શાષાીના દિવ્‍ય દરબારને લઈ લોકોમાં ભારે ઉત્‍સાહ છે.(

(4:26 pm IST)