Gujarati News

Gujarati News

News of Sunday, 29th May 2022

ધાવડી ગામમાં લગ્નમાં ઝગડો અને તોડફોડ ધમકી આપનાર 04 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ધાવડી ગામમાં લગ્ન પ્રસંગમાં ઝગડો અને તોડફોડ કરી ધમકી આપનાર શખ્સો સામે કેવડીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે
 પ્રાપ્ત માહિતી મુજબ સોનલબેન ચંદુભાઇ તડવી(રહે, ધામદરા તા.ગરૂડેશ્વર ,જી.નર્મદા) ની ફરિયાદ મુજબ નયનભાઇ બિપિનભાઇ તડવી,અંકીતભાઇ રમેશભાઇ તડવી,અતીષભાઇ કાન્તીભાઇ તડવી તથા યોગેશભાઇ શનાભાઇ તડવી તેના મીત્રો સાથે તેમના ભાઇના લગ્ન પ્રસંગમાં રાત્રીના સમયે ધામદરા ગામે તેમજ ઘાવડી ગામે અમારી સાથે તથા જાનૈયાઓ સાથે ગાળો બોલી ઝઘડો અને ઝપાઝપી કરી તેમના ભાઇની મો.સા.ને તોડફોડ કરી નુકશાન કરી એકબીજાને મદદગારી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરતા પોલીસે ચારેય સામે ગુનો દાખલ કર્યો છે.

(10:14 pm IST)