Gujarati News

Gujarati News

News of Sunday, 29th May 2022

જાયન્ટસ ગ્રુપ ઓફ રાજપીળાના 2022-23ના પ્રમુખ રૂપલબેન દોશી અને જગદીશભાઈ શાહે શપથ લીધા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : છેલ્લા 47 વર્ષોથી સેવાકીય કાર્યો માટે જાણીતી સઁસ્થા  જાયન્ટ્સ ગૃપ ઓફ રાજપીપલા તથા જાયન્ટ્સ ગ્રુપ ઓફ સાગબારાના વર્ષ 2022-23 ના હોદેદારોનો સપથ ગ્રહણ સમારોહ યોજાયો જેમાં જાયન્ટસ ગ્રુપ ઓફ રાજપીપલા 2022-23 ના નવા વરાયેલ પ્રમુખ તરીકે રૂપલબેન દોશી ,તેમજ જાયન્ટસ ગ્રૂપ ઓફ સાગબારાના નવા વરાયેલ પ્રમુખ જગદીશભાઈ શાહ તેમજ નવા જોડાયેલ સભ્યોએ શપથ લીધા હતા.
  મુખ્ય મહેમાન તરીકે જાયન્ટ્સ વેલ્ફેર ફાઉન્ડેશન મુંબઈના ચેરમેન .બાલકૃષ્ણ શેટ્ટી તથા અતિથિ વિશેષ તરીક,ધારાસભ્ય પી.ડી.વસાવા તથા બીજેપી જિલ્લા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ સાથે જાયન્ટ્સ મહાનુભાવો .અનિલ દલાલ,ઘનશ્યામભાઈ પટેલ.વિજયભાઈ પટેલ અને ની હાજરીમાં જાયન્ટ્સ ગ્રુપ ઓફ રાજપીપળાના પ્રમુખ તરીકે રૂપલબેન દોશી તથા જાયન્ટ્સ ગ્રુપ ઓફ સાગબારાના પ્રમુખ તરીકે જગદીશભાઈ શાહ તથા તેમની ટિમને શપથવિધિ જાયન્ટ્સ વેલ્ફેર ફાઉન્ડેશન 3A યુનિટ 4 ના ડાઇરેક્ટર દત્તાબેન ગાંધીએ કરાવી .વર્ષ 2020 થી 2022 સુધી ના પ્રમુખ મહેશચંદ્ર દલાલ મઁત્રી નમિતાબેન મકવાણા અને ખજાનચી હરિવદનભાઈ ગજ્જર તથા તમ દ્વારા કરાયેલા કાર્યો  માટે તેમને બિરદાવવામાં પણ આવ્યા આ પ્રસન્ગે ગ્રુપ ને 47 વર્ષ પૂર્ણ થતા 47 જેટલા લોકોને દત્તક લઈ તેમની જરૂરિયાતો પુરી કરવા નવી ટિમ દ્વારા શપથ લેવાયા અને ગત વર્ષે સારું કાર્ય કરનારા 8 જેટલા લોકો ને ટ્રોફી આપી બિરદાવ્યા હતા.

(10:13 pm IST)