Gujarati News

Gujarati News

News of Sunday, 29th May 2022

આમલેથા ગામની કરજણ કેનાલમાં નાહવા પડેલા આધેડનું ડૂબી જતાં મોત

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના આમલેથા ગામમાં આવેલી કરજણ કેનાલમાં સ્નાન કરવા ગયેલા આધેડ વ્યક્તિ ડૂબી જતાં મોત થયું હતું
મળતી માહિતી અનુસાર શનુભાઇ પાચીયાભાઇ વસાવા( ઉ.વ.આ.૫૫)( રહે.આમલેથા સડક ફળીયુ )નાઓ કરજણ કેનાલમાં નહાવા માટે ગયેલ હોય અને અચાનક કેનાલમાં પગ લપસી જવાથી કેનાલના ઉંડા પાણીમાં ડુબી જવાથી મરણ તેમનું મોત નિપજતાં આમલેથા પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ હાથ ધરી છે .

(10:10 pm IST)