Gujarati News

Gujarati News

News of Sunday, 29th May 2022

IPL -2022 :સમાપન સમારોહમાં રણવીર અને રહેમાનની જોરદાર ધમાલ : પરફોર્મંસથી દર્શકોને ખુશખુશાલ બન્યા

રણવીર સિંહે 83ના ગીત પર કર્યો હતો ગજબનો ડાન્સ; રંગારંગ કાર્યક્રમમાં જાણીતા સિંગર્સ તથા બોલિવૂડના અભિનેતા રણવીર સિંહ અને સંગીતકાર એઆર રહેમાનના સ્પેશિયલ શોનું પણ આયોજન .

અમદાવાદ : ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2022 આજે રવિવારે ફાઈનલ મુકાબલો ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન વચ્ચે રમાવાનો છે જેના પગલે ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ફાઈનલ મેચ રાત્રે 8 વાગ્યાથી રમાશે પરંતુ તે પહેલા ભવ્ય સમાપન સમારોહ યોજવામાં આવ્યો છે. આ સમારોહમાં રણવીર સિંહે જોરદાર પરફોર્મંસથી દર્શકોને ખુશ કરી દીધા હતા. રણવીર સિંહે 83ના ગીત પર ગજબનો ડાન્સ કર્યો હતો .

પહેલીવાર જ IPL રમી રહેલી ગુજરાતની ટીમ ફાઈનલમાં પહોંચી હોવાથી લોકોમાં મેચને લઈને ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજની મેચમાં 1.32 લાખ ક્રિકેટ ફેન્સ વચ્ચે ફાઈનલ મેચની શરૂઆત પહેલાં સમાપન સમારોહ શરૂ થઈ ચુક્યો છે. રંગારંગ કાર્યક્રમમાં જાણીતા સિંગર્સ તથા બોલિવૂડના દિગ્ગજ અભિનેતા રણવીર સિંહ અને સંગીતકાર એઆર રહેમાનના સ્પેશિયલ શોનું પણ આયોજન કરાયું છે. 1 કલાક સુધી ચાલનારા આ શો બાદ 7.30 વાગ્યે બંને ટીમ વચ્ચે ટોસ ઊછળશે.

(8:04 pm IST)