Gujarati News

Gujarati News

News of Sunday, 29th May 2022

ગુજરાતના વિદ્યાર્થીઓ હવે લદ્દાખમાં મેળવી શકશે શિક્ષણ : લદ્દાખ- ગુજરાત યુનિવર્સિટી વચ્ચે MOU

'ગુજરાત યુનિવર્સિટી પાસેથી લદ્દાખના વિદ્યાર્થીઓને ઘણુ શીખવા મળશે: લદ્દાખ યુનિવર્સિટીના કુલપતિ એસ.કે.મહેતા

અમદાવાદ : કાશ્મીર યુનિવર્સિટી બાદ ગુજરાત યુનિવર્સિટીએ લદ્દાખ યુનિવર્સિટી સાથે મહત્વના MOU કર્યા છે.  આ MOU થકી લદ્દાખમાં થતાં નવા સંશોધન અને શિક્ષણનું અદાન-પ્રદાન થશે. MOU સાથે લદ્દાખમાં ગુજરાત સેન્ટરનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું છે. MOU કરવા સમયે ચીફ એક્ઝિક્યુટિવ કાઉન્સિલર એડવોકેટ તાસી યલ્સન, લદ્દાખના સંસાદ જામ્યાંગ ત્સેરિંગ નામગ્યાલ હાજર રહ્યા હતા. સાથે જ લદાખ યુનિવર્સિટીના કુલપતિ સુરેન્દ્ર મહેતા અને ગુજરાત યુનિવર્સિટીનું ડેલિગેશન પણ હાજર રહ્યું હતું.

આ પ્રસંગે  લદ્દાખ યુનિવર્સિટીના કુલપતિ એસ.કે.મહેતાએ મહત્વનું નિવેદન આપતા જણાવ્યું કે 'ગુજરાત યુનિવર્સિટી પાસેથી લદ્દાખના વિદ્યાર્થીઓને ઘણુ શીખવા મળશે. ગુજરાતના વિદ્યાર્થીઓ લદ્દાખના કલ્ચરને જાણી શકશે. ગુજરાત યુનિવર્સિટી અને લદ્દાખ યુનિવર્સિટી ભેગા કોર્ષ ચલાવશે. સાથે એમ પણ જણાવ્યું કે લદ્દાખના વિદ્યાર્થીઓ ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહ્યાં છે

મહત્વનું છે કે ધરતી પરનું સ્વર્ગ ગણાતા કાશ્મીરના ગુજરાતના વિદ્યાર્થીઓ પણ ભણવા જશે. કારણ કે ગુજરાત અને કાશ્મીર યુનિવર્સિટી વચ્ચે એમઓયુ કરવામાં આવ્યા છે. સ્ટુડન્ટસ એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત બંને યુનિવર્સિટીના વિધાર્થીઓ શિક્ષણ, કલચરલ, વ્યાપાર, રીસર્ચ સહિતના સબ્જેક્ટ પર અભ્યાસ કરશે.  મહત્વનું છે કે કાશ્મીર યુનિવર્સીટીના ગાંધી ભવનમાં યુનિ.ના વીસી લોફર ખાન દ્વારા ગુજ યુનિ સાથે mou કરાયા.  ગુજ યુનિના vc ડો.હિમાંશુ પંડ્યા વર્ચ્યુલી જોડાઈને આ mou સાઈન કર્યા. જે અંતર્ગત ફેકલ્ટી એક્સચેન્જ, પ્રપોઝડ ડ્યુઅલ ડિગ્રી પ્રોગ્રામમાં શિક્ષણ, કલચરલ, વ્યાપાર, રીસર્ચનો લાભ વિધાર્થીઓને મળશે.

(6:29 pm IST)