Gujarati News

Gujarati News

News of Sunday, 29th May 2022

આગામી બે દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી ઝાપટાની આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે તારીખ 29 અને 30ના રોજ રાજ્યમાં પવનગતિમાં વધારો થશે.

અમદાવાદ :  રાજ્યના હવામાન વિભાગે આગામી 2 દિવસ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી વ્યક્ત કરી છે. આ સાથે માછીમારો દરિયો ન ખેડવા માછીમારોને સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે તારીખ 29 અને 30ના રોજ રાજ્યમાં પવનગતિમાં વધારો થશે.

  હવામાન વિભાગ દ્વારા પ્રિ મોનશુન એક્ટિવિટી શરૂ થવાની આગાહી કરવામાં આવી છે. આ સાથે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદી ઝાપટાની આગાહી કરવામાં આવી છે. જ્યારે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

(11:51 pm IST)