Gujarati News

Gujarati News

News of Sunday, 29th May 2022

જાફરાબાદનો દરિયો બન્યો ભારે તોફાની : દરિયા કિનારે 2 મીટર ઉંચા મોજા ઉછળ્યા

નાની બોટોને પરિવહનમાં હાલાકી પડી:શિયાળ બેટ જતા લોકો જોખમી મુસાફરી કરવા મજબૂર બન્યા

અમદાવાદ :  પ્રિ-મોન્સુન ગતિવિધિઓને કારણે અમરેલીના પીપાવાવ જાફરાબાદનો દરિયો તોફાની બન્યો છે. દરિયામાં ભારે પવન ફૂંકાતા દરિયા કિનારે 2 મીટર ઉંચા મોજા ઉછળ્યા હતા. તો તોફાની દરિયાને કારણે નાની બોટોને પરિવહનમાં હાલાકી પડી હતી. શિયાળ બેટ જતા લોકો જોખમી મુસાફરી કરવા મજબૂર બન્યા છે. તો બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં પણ વાતાવરણ પલટાયું છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે ભારે પવન ફૂંકાયો છે. જો કે 15 કિમીની ઝડપે પવન ફૂંકાતા ગરમીથી રાહત મળી હતી.

(11:48 pm IST)