Gujarati News

Gujarati News

News of Sunday, 29th May 2022

રાજપીપળા ના ખાડા ફળીયામાં આંકડા લખનાર શખ્સને 1500 નાં મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી લીધો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા ખાડા ફળિયા માથી પોલીસે આંકડા લખનાર એક શખ્સને મુદ્દામાલ સાથે પકડી ગુનો દાખલ કર્યો છે

પ્રાપ્ત માહિતી મુજબ રાજપીપળા પોલીસ દારૂ,જુગાર બાબતના ચેકીંગ માં નિકળી હતી ત્યારે બાતમીના આધારે ખાડા ફડિયમાં રેડ કરતા મેહુલભાઈ વસંતભાઈ વસાવા( રહે.ખારાફળીયા રાજપીપલા) એ જાહેરમા વરલી મટકાનો આંક ફરકના આકડા લખી લખાવી આંકડા લખવાના સાહિત્ય સાથે કુલ મુદામાલ ૧૫૦૦. સાથે પકડાઇ જતા પોલીસે કાયદેસર કાર્યવાહી કરી છે.

(11:31 pm IST)