Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં નજીવી બાબતે મારામારીના બનાવોમાં દિવસેને દિવસે વધારો: રસ્તા પર ચાલવા બાબતે ધારિયાથી હુમલો કરનાર બે શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ

અમદાવાદ: જીલ્લાના શહેરી વિસ્તારો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં નજીવી બાબતે મારામારીના બનાવો દિનપ્રતિદિન વધી રહ્યા છે ત્યારે માંડલ તાલુકાના ઓડકી ગામે રસ્તા ઉપર ચાલવા બાબતે મનદુઃખ રાખી જેમ ફાવે તેમ ગાળો બોલી લાકડી અને ધારીયા વડે હુમલો કરી શરીરના ભાગે ઇજાઓ પહોંચાડવાની ૨ શખ્સો સામે માંડલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવા પામી છે. માંડલ પોલીસ વધુ તપાસ ચલાવી રહેલ છે.

પોલીસ સુત્રો તરફથી મળતી માહિતી મુજબ ફરીયાદી વિષ્ણુભાઈ કાળુભાઈ ટાકોર રહે ઓડકીના જણાવ્યા મુજબ બપોરના સમયે આરોપ કમાજી ઠાકોર હાથમાં ધારીયુ તેમજ દિકરો અલ્પેશ ઠાકોર હાથમાં લાકડી લઇ આવેલ અને કહેવા તને ના પાડી છતા અમારા ઘર પાસેથી તુ અને તારો દિકરો કેમ નીકળો છો તેમ કહી એકદમ ઉધેકરાઈ જઇ જેમ ફાવે તેમ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપી કમાજીએ ધારીયા વડે હુમલો કરી શરીરના ભાગે લોહીની ફટ કરી આરોપી અલ્પેશ દ્વારા લાકડી વડેહુમલો કીર માથાના ભાગે ઇજાઓ પહોંચાડી હતી ઇજાગ્રસ્ત પિતા કાળુભાઈ તે વિરમગામ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવેલ ચે આ બનાવમાં માંડલ પોલીસ વધુ તપાસ ચલાવી રહેલ છે.

(6:08 pm IST)