Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

સુરતમાં 28 દિવસના ક્લસ્ટર કન્ટેન્મેન્ટ બાબતે પુનઃ વિચારણા કરો:કોંગી કોર્પોરેટરની રજુઆત

કોર્પોરેટર અસલમ સાયકલવાલા દ્વારા મુંબઈના કોરોના કેસ અને ક્લસ્ટર કંટેનમેન્ટની નીતિનો દાખલો ટાંક્યો

 

સુરત: શહેરમાં જ્યારથી કોરોનાની એન્ટ્રી થઈ છે ત્યારંથી ઘણા નિયમો બન્યા અને ઘણા નિયમો બદલાયા. સુરત શહેરમાં જે વિસ્તારોમાં પોઝીટીવ કેસો આવી રહ્યા છે તે વિસ્તારને ક્લસ્ટર જાહેર કરાતા હતા. જેમાં હવે સુધારા કરાયા છે. અને માત્ર સોસાયટીને કન્ટેનમેન્ટ કરાશે. પરંતુ હવે સુરત શહેરમાં જે પણ સોસાયટી કે એપાર્ટમેન્ટમાં પોઝીટીવ કેસ આવશે તે સોસાયટીને 28 દિવસ માટે કોરેન્ટાઈન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે બાબતે કોંગ્રેસના કોર્પોરેટર અસલમ સાયકલવાલા દ્વારા સુરત મનપા કમિશનરને લેખિતમાં રજુઆત કરવામાં આવી છે. અને બાબતે પુન:વિચારણા કરવા માટેની માંગ કરવામાં આવી છે.

 રજુઆતમાં જણાવ્યું છે કે, સુરત શહેરમાં જે ક્લસ્ટર વિસ્તાર જાહેર થયા છે એમાં મોટા ભાગે ગરીબ-મધ્યમવર્ગ કેટેગરીના કુટુંબ રહે છે જેઓ છૂટક મજૂરી કે અન્ય કામ ધંધો કરી માસિક રૂ.10,000/- થી 25,000/- ની આવક ધરાવતા છે. 22 માર્ચ લોકડાઉનની પરિસ્થિતિ બાદ આજદિન સુધી આવા કુટુંબોનું જીવનનિર્વાહ અધરૂ બની ગયું છે. મુંબઈ મહાનગરપાલિકા વિસ્તારમાં સુરત શહેર કરતા કોવિડ-19ના અનેકગણા પોઝીટીવ કેસ નોંધાય છે પરંતુ કલસ્ટર કન્ટેનમેન્ટ બાબતે મુંબઈ મહાનગરપાલિકા કે જે આવકારદાયક નિર્ણય કર્યા છે. જે બાબતે અગાઉ તા.27/5/2020 ના રોજ લેખિત પત્ર દ્વારા વિગતવાર માહિતી જણાવી હતી. હવે સુરતમાં જે ક્લસ્ટર જાહેર કરવા બાબતે પોઝિટિવ કેસ નોંધાયેલ હોય એપાર્ટમેન્ટ/સોસાયટીને 28 દિવસ ફરજીયાત હોમ કોરન્ટાઈન કરવાની ફરજ પાડવાના નિર્ણય બાબતે પુનઃ વિચાર કરી પોઝિટીવ કેસો નોંધાયેલ હોય એપાર્ટમેન્ટના ધર કે સ્થળ નિરીક્ષણ કરીને માત્ર એક માળ અને સોસાયટીમાં સમગ્ર સોસાયટી નહિ પણ પોઝિટીવ નોધાયેલ કેસના માત્ર ઘરે ફરજિયાત હોમ કોરન્ટાઈન કરવાની ફરજ પડે તો વધુ સારૂ તેમ તેઓએ રજુઆતમાં જણાવ્યું છે. સાથે જાહેર થયેલ ક્લસ્ટર વિસ્તારના તમામ ગરીબ-મધ્યમવર્ગના કુટુંબોને સરકાર સાથે પરામર્શ કરીને તાકીદે જરૂરી આર્થિક સહાય અપાવી અને કુટુંબના દરેક સભ્યને ત્યાં સુધી ક્લસ્ટર કોરોન્ટાઈન રહેશે ત્યાં સુધી આપના દ્વારા 2 ટાઈમ ભોજનની વ્યવસ્થા ફરજિયાતપણે કરવામાં આવે એવી વિનંતી પણ તેઓ દ્વારા કરવામાં આવી હતી. હાલમાં સુરતમાં ઘણા વિસ્તારો કે જે કન્ટેનમેન્ટ અને નોન-કન્ટેનમેન્ટ છે તેવી યાદીઓમાં પણ ફેરફાર કરવામાં આવી રહ્યા છે.

 

(11:43 pm IST)