Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

રાત્રે વડોદરામાં વરસાદી માહોલ : ગોત્રી, ફતેગંજ, હરિનગર, તાંદલજા, વાસણા સહિતના વિસ્તારોમાં વરસાદ: લોકોને રાહત

કેટલાક વિસ્તારોમાં આકાશમાં વીજળી સાથે પડેલા નાનકડા ઝાપટા

વડોદરા ; રાત્રે વડોદરામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો,અને વરસાદી માહોલ છવાયો હતો વડોદરામાં ઉનાળાનો આકરો તડકો શહેરીજનોને અકળાવી રહ્યો છે અને ભારે બફારાના માહોલ વચ્ચે સવારે વાદળછાયા વાતાવરણ બાદ સાંજના સાડા આઠ વાગ્યાના અરસામાં ગોત્રી સહિતના વિસ્તારમાં વરસાદ પડતાં ઠંકક પ્રસરી હતી. ગોત્રી, ફતેગંજ, હરિનગર, તાંદલજા, વાસણા રોડ સહિતના વિસ્તારોમાં વરસાદવરસ્યો છે અને વાતાવરણમાં ઠંકડ પ્રસરી છે 

 જોકે બાકીના વિસ્તારોમાં આકાશમાં વીજળી સાથે પડેલા વરસાદે નાનકડા ઝાપટા સાથેજ વીદાય લીધી હતી પરિણામે જોઈએ તેવી ઠંડક મળી નહતી પરંતુ થોડી રાહત જરૂર જણાય હતી.
 હવામાન વિભાગ દ્વારા 29 મેં થી 3 જૂન દરમ્યાન વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે ત્યારે 29 મી એ વરસાદે પોતાની હાજરી પુરાવ્યાં નું સાબિત થયું હતું.

(10:45 pm IST)