Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

અમદાવાદમાં ફાયરબ્રિગેડના છ જવાનો કોરોનાની ઝપેટમાં

કોરોના વોરિયર્સ પણ શિકાર બન્યા

અમદાવાદ,તા.૨૯ : કોરોના મહામારીમાં ફ્રન્ટમાં રહી કામ રહેલ કોરોના વોરિયર્સ એક પછી એક કોરોનાના ઝપેટમાં આવી રહ્યા છે. અમદાવાદમાં ફાયરબ્રિગેડના છ કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થઈ હાલ સારવાર હેઠળ છે. અમદાવાદ ફાયર એન્ડ ઈમરન્જસી સર્વિસમાં કોરાના વાયરસથી સંક્રમિત થયેલ કર્મચારીઓની કુલ સંખ્યા છ થઈ છે. પાંચકુવા ફાયર સ્ટેશનના ફાયરમેન નરેશ હાજાજી ડામરને ગુજરાત કેન્સરમાં દાખલ કરેલ છે. મણિનગર ફાયર સ્ટેશનમાં કામ કરતા ફાયરમેન જીગ્નેશ પ્રવિણભાઈ ગઠવીને એસવીપી હોસ્પિટલમાં દાખલ કરેલ છે. જશોદાનગર ફાયર સ્ટેશનમાં સૌથી વધુ ચાર ફાયરમેન કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. ફાયર વોલીએન્ટર પંકજકુમાર અભિરાજ ચૌધરી, ડ્રાઇવર નગીનભાઈ પોપટલાલ રાવત અને ફાયરમેન આશિશભાઈ લલીતકુમાર મિશ્રાને એસવીપી હોસ્પિટલમાં દાખલ કર્યા છે. જ્યારે ફાયરમેન રોબિનશન એરવિન ક્રિશ્ચિયનને સોલા સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

(10:16 pm IST)