Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

એસઆરપી જવાનની ઘરે ફાંસો ખાઈને આત્મહત્યા

જવાનની હાલમાં મંડલા ખાતે બદલી થઈ હતી : મકરપુરા પોલીસે એસઆરપી જવાનના આપઘાતનું કારણ જાણવા કવાયત હાથ ધરી : તપાસનો ધમધમાટ

વડોદરા, તા. ૨૯ : કોરોના સંકટમાં સમાજમાં અનેક વ્યક્તિઓની વિવિધ કારણોસર માનસિક સ્થિતિ પર નકારાત્મક અસરો જોવા મફ્રે છે, આ માનસિક સંતુલન જાળવવા માટે સકારાત્મકતા મહત્વપૂર્ણ હોય છે. પરંતુ, વડોદરા મકરપુરા વિસ્તારમાં પોલીસ ક્વાટર્સમાં રહેતા એસઆરપી જવાને ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલ એસ.આર.પી. ગ્રુપ-૯ ૪૫ વર્ષના જયેન્દ્રસિંહ જાડેજા ફરજ બજાવતા હતા અને સુસેન ચાર રસ્તા પાસે એસ આર પી ક્વાટર્સમાં રહેતા હતા, પોતાની પત્ની અને બે બાળકો સાથે રહેતા જયેન્દ્ર જાડેજાની તાજેતરમાંજ બદલી એસ આર પી ગ્રુપ ૦૩માં પાલનપુરના મંડલા ખાતે કરવામાં આવી હતી. આજે જયેન્દ્ર સિંહ પોતાની ફરજ બજાવી વહેલી સવારે ૬ વાગ્યે ઘરે આવ્યા હતા પત્ની કામ અર્થે બહાર ગયા હતા. અને બન્ને બાળકો અન્ય રૂમમાં હતા. તેવામાં સવારે ૯-૪૫ વાગ્યા પહેલા જયેન્દ્રસિંહએ ઘરની બાલ્કનીમાં જઇ દુપટ્ટો રેલીંગ સાથે બાંધી ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. એસ.આર.પી જવાનને ગળે ફાંસો ખાધેલી હાલતમાં લટકતો જોઇ આસપાસ ના સ્થાનિક લોકો ચોંકી ઉઠ્યા હતા ગયા હતા.

એસ આર પી જવાને ગફ્રે ફાંસો ખાઈ ક્વાટર્સમાંજ આપઘાત કરી લીધો હોવાની જાણ થતાં જ મકરપુરા પોલીસ અને એસ.આર.પી વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થફ્રે પહોંચી ગયા હતા.મકરપુરા પોલીસે એસ.આર.પી જવાનના આપઘાતનું કારણ જાણવા કવાયત હાથ ધરી છે. પ્રાથમિક કારણમાં એસ.આર.પી જવાનની બદલી થતાં તેઓને લાગી આવતા આ અંતિમ પગલુ ભર્યું હોવાની પોલીસે આશંકા વ્યકત કરી છે. પોતાના પરિવારના મોભી એવા જયેન્દ્ર સિંહ જાડેજાએ અચાનક આત્મહત્યા કરી જીવન ટૂંકાવી નાખવાની ઘટનાથી પારિજનો આઘાતમાં સરી પડ્યા છે, મકરપુરા પોલીસે જયેન્દ્રસિંહ જાડેજાના મૃતદેહનો કબ્જો મેળવી પોસ્ટમોર્ટમની તજવીજ હાથ ધરી આગળની તપાસ હાથ ધરી છે.

(10:13 pm IST)