Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

લોકડાઉન દરમ્યાન પોતાના કર્મચારીઓને પગાર નહીં ચૂકવતા લાર્સન એન્ડ ટુબ્રો કંપનીને નોટીસ

નોટિસ મળતા જ લાર્સન એન્ડ ટુબ્રો (L&T) કંપનીએ તાત્કાલિક પગાર ચૂકવ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : કેટલાક અખબારોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ફરજ બજાવતા કર્મચારીઓને બે મહિનાથી પગાર નહીં મળવા બાબતે અહેવાલ પ્રસિધ્ધ થયા હતા જેમાં એવી સ્પષ્ટતા થઈ કે આ તમામ કર્મચારી ઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીના કોન્ટ્રાકટર લાર્સન એન્ડ ટુબ્રો (L&T) હસ્તક ફરજ બજાવે છે.
  આ સમગ્ર બાબત ગત રોજ મુખ્ય વહીવટદારની કચેરી, સ્ટેચ્યુ ઓફ યુનિટીના ધ્યાને આવતા લાર્સન એન્ડ ટુબ્રો (L&T) ને નોટીસ આપી ખુલાસો માંગવામાં આવ્યો અને તાત્કાલિક અસરથી કર્મચારીઓને પગાર ચૂકવી આપવા નોટિસ આપવામાં આવતા ત્યારબાદ તમામ કર્મચારીઓને તેમનો નિયત પગાર ચૂકવી દેવામાં આવ્યો છે.
  અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં લોકડાઉન લાગુ પડ્યુ તે દિવસથી જ રાજ્ય સરકારે આદેશ કરેલા કે તમામ સરકારી કચેરી હસ્તકના તમામ કાયમી અને આઉટ સોર્સિંગ એજન્સીના કર્મચારીઓને પગાર ચૂકવવો તે મુજબ મુખ્ય વહીવટદારની કચેરી, સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે જોડાયેલ તમામ એજન્સીને લેખિતમાં જાણ કરી તેમના હસ્તકના તમામ આઉટસોર્સિંગ કર્મચારીઓને તેમનો નક્કી કરાયેલ પગાર ચૂકવવા લેખિતમાં જાણ પણ કરાઈ હતી.જોકે ત્યારબાદ તમામ કર્મચારીઓને તેમનો પગાર ચૂકવી દેવામાં આવતા કર્મચારીઓમાં ખુશી જોવા મળી હતી.

(7:42 pm IST)