Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

અરવલ્લીના સંજયની સંજયદ્રષ્ટીથી ચાર વર્ષના ભૂલકાનો જીવ બચ્યો

( પ્રભુદાસ પટેલ દ્વારા ) મોટી ઇસરોલ :હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારીથી બચવાનો એકમાત્ર ઉપાય સોશિયલ ડિસ્ટન્સિંગ છે અને આની સમજ જયારે લોકોમાં હોય તો જ કોરોના પોતાના ગામમાં કે ઘરમાં પ્રવેશી શકશે નહીં. આવી સીધી સાધી સરળ ભાષામાં ગામલોકોને સમજવાનું કામ કરે છે અરવલ્લીન હેલ્થ વર્કર સંજયભાઇ બારોટ કરે છે.

 અરવલ્લી જિલ્લામાં કોરોના પોઝિટીવ કેસ ભિલોડાના ગ્રામ્યમાં આવતા ગામલોકોમાં ડરનો માહોલ ઉભો ન થાય તે માટે આરોગ્ય વિભાગની આઇ.ઇ.સી શાખા અંતર્ગત લોકજાગૃતિનું કામ કરાતું હોય છે. આવા જ આઇઇસી કાર્યકર સંજયભાઇ બારોટ ભિલોડાના શાકભાજી ફેરીયાઓને હેલ્થ સ્ક્રિનિંગની સાથે સોશ્યિલ ડિસ્ટનસિંગની સમજ આપે છે.
  આ અંગે વાત કરતા સંજયભાઇ બારોટ કહે છે કે કોરોનાથી બચવા તેની જાણકારી હોવી જરૂરી છે. તેથી અમે લોકોને ઇર્ફોમેશન- એજ્યુકેશન- કોમ્યુનિકેશન (IEC) કરવાનું કામ કરીએ છીએ. આમ તો મારી કામગીરી કિશનગઢ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આવતા વાંસળી સબ સેન્ટરમાં છે, પરંતુ ભિલોડા તાલુકામાં કોરોનાનો વ્યાપ વધતા તાલુકા હેલ્થ સેન્ટરમાં ફરજ સોંપાઇ છે. જેમ અમદાવાદમાં શાકભાજી વાળા સુપર સ્પ્રેડર સાબિત થયા તો અમે સૌથી પહેલા ભિલોડા બજાર વિસ્તારમાં શાકભાજીના વિક્રેતાઓનું થર્મલ ગનથી હેલ્થ સ્ક્રિનિંગ કર્યુ હતું. તેની સાથે આ લોકોને ફરજીયાત માસ્ક અને હેન્ડ ગ્લોવોઝ ધારણ કરવા સાથે સોશિયલ ડિસ્ટન્સિંગનુ ચુસ્ત પાલન થાય તે માટે સમજ આપી હતી

(7:34 pm IST)