Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

અરવલ્લીના મોડાસા શહેરમાં શહેરની સ્વીટ અને ફરસાણની દુકાનોમાંથી ૧૦૯૬ કિલો અખાધ જ્થ્થાનો નાશ કરાયો

( પ્રભુદાસ પટેલ દ્વારા ) મોટી ઇસરોલ :કોરોના કપરા સમયે નાના વેપારીઓને દુકાનો શરૂ કરવાની રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવતા અરવલ્લી જિલ્લાના મોડાસ શહેરમાં પણ સ્વીટ અને ફરસાણ  દુકાનો શરૂ કરવામાં આવી તેની સાથે લોકાના આરોગ્યની પણ વિશેષ કાળવી લેવાય તે માટે નગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
    જે અંતર્ગત મોડાસા શહેરમાં શરૂ કરવામાં આવેલ સ્વીટ, ફરસાણ  દુકાનો ખાણી-પીણી, પાન પાર્લર , પ્રોવિઝન સહિત વિવિધ દુકાનોમાં નગરપાલિકા વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્ધારા સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ હતુ જેમાં વિવિધ પ્રકારની એકસપાયરડેટ વાળી  અખાધ ચીજ વસ્તુઓ મળી આવતાં નગરપાલિકાના આરોગ્ય વિભાગના ૬ એકમો ચેકિંગ કરતા ૩ એકમોને સ્વીટ & ફરસાણનો   અખાદ્ય ૧૦૯૬ કિલો  અખાદ્ય જથ્થો નાશ કરવામાં આવ્યો હતો

(7:28 pm IST)