Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

રાજપીપળાના પો.કો.એ યુવાન પાસે કેસ પતાવટની ધમકી આપી 1500 રૂ.લીધાના આક્ષેપ સાથે ડિજીપીને રજુઆત

રામબાગ સોસા.ના યુવાને ન્યાય મેળવવા રાજ્ય પોલીસ મહા નિર્દેશક શિવાનંદ ઝા,નર્મદા જીલ્લા કલેકટર,નર્મદા ડીએસપી ને લેખીત ફરીયાદ કરી કોન્સ્ટેબલ ને સસ્પેન્ડ કરવાની માંગ:અગાઉ ડેડીયાપાડા પોલીસના માણસો વાહન ચાલકો પાસેથી પૈસા ઉઘરાવી રહ્યાના આક્ષેપો બાદ જીલ્લામા આ બીજો આક્ષેપ

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : રાજપીપળા રામબાગ સોસાયટી મા રહેતાં યુવાન ને ત્રણ સવારી મોટરસાઈકલ ઉપર જતાં વડીયા જકાતનાકાના પોલીસ સર્વેલન્સ કેમેરા મા કેદ થઈ જતાં,નર્મદા એલ.સી.બી.પોલીસ દ્વારા નોટીસ અપાઈ તેમા જણાવ્યા મુજબ તા.૨૫ મેં એ રાજપીપળા પોલીસ સ્ટેશન મા હાજર થવા જણાવવામાં આવ્યું હતું.
આ નોટીસ પોલીસ શુ કાર્યવાહી કરે છે તેનાથી અજાણ આ યુવાન પોતાના મિત્ર ને લઈ ને રાજપીપળા પોલીસ સ્ટેશને તા.૨૫ મે ના રોજ હાજર થયો ત્યાં આ કેસ બાબતની કામગીરી કરતાં એક પોલીસ કોન્સ્ટેબલ એ આ યુવાન વિજયભાઈ જયંતીભાઈ પટેલ ને કેસ ની પતાવટ કરવી હોય તારે મને ત્રણ હજાર રૂપિયા આપવા પડશે એમ કહી ગેરકાયદેસર રીતે નાણાં ની માંગણી કરી હોવાના રજુઆત માં આક્ષેપ લગાવ્યા છે.અને જો નહીં આપે તો તને મોટરસાઈકલ સહીત ગુનાહીત કૃત્ય મા સંડોવી નાંખીશ તેવી તેવી ધમકી આપી તેમ પણ જણાવ્યું હતું.
અરજદાર યુવાન વિજયભાઈ પાસે પૈસા ઓછા હોય રાજપીપળા પોલીસ સ્ટેશન મા જામીનદાર નુ કામ કરતા રાજુભાઈ પંચોલી ને જામીનદાર તરીકે લઈ આવવા જણાવેલ અને જામીનદાર તરીકે રહેવા બદલ રાજુભાઈ પંચોલી ને 500 રૂ.અલગ થી આપી દેવા કહ્યુ હતું અને પો.કો.પોતાને 3000 રૂ. ના બદલે 1500 રૂ.આપી દેવા જણાવતા ગભરાઈ ગયેલાં યુવાને કોન્સ્ટેબલ ને 1500 રૂ. રોકડા અને જામીનદાર રાજુભાઈ પંચોલી ને 200 રૂ. આપ્યાં હતાં. આમ કુલ 1700 રૂ. આપ્યાં હતાં. ત્યાર બાદ કોન્સ્ટેબલે ધમકી ભર્યા સ્વર મા કહ્યું હતુ કે આ બાબત ની જાણ કોઈ ને પણ કરતો નહીં, અને યુવાન ની તથા જામીનદાર રાજુભાઈ પંચોલી ની સહી કરવ્યા બાદ નાંણા ની કોઈ પણ જાત ની રસીદ કે પહોંચ આપી ન હતી.
આમ રાજપીપળા ના એક પોલીસ કોન્સ્ટેબલે આ યુવાન પાસે થી ગેરકાયદેસર પૈસા પડાવી લઇ ધમકી આપતાં વ્યથિત થયેલાં યુવાને ન્યાય મેળવવા માટે રાજ્ય પોલીસ મહા નિર્દેશક શિવાનંદ ઝા,નર્મદા જીલ્લા કલેકટર તેમજ નર્મદા જીલ્લા એસ.પી.હિમકર સિંહ ને આ બાબત ની લેખીત ફરીયાદ કરી તપાસ કરી કોન્સ્ટેબલ ને નોકરી માથી સસ્પેન્ડ કરવા ની માંગ કરતા નર્મદા પોલીસ બેડા માં આ રજુઆત બાબતે ભારે ચકચાર મચી જવા પામી છે.

(7:26 pm IST)
  • અમદાવાદનાં વધુ એક પોલસીકર્મીને કોરોના વળગ્યો : નિકોલ PSI કે ડી હડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ : આ અગાઉ ઓઢવનાં PI શ્રી જાડેજાનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો access_time 12:55 pm IST

  • ભારતમાં કોરોનાએ ફૂફાડો માર્યો : છેલ્લા 24 કલાકમાં આજે અત્યાર સુધીના સૌથી વધુ 8101 કેસ વધ્યા: રાત્રે 12-30 વાગ્યા સુધીમાં દેશમાં કોરોનાના કુલ 1, 73,458 કેસ નોંધાયા : 85,840 એક્ટિવ કેસ : રિકવરીમાં જબરો વધારો :11,729 દર્દીઓ રિકવર થયા જબરો વધારો : કુલ 82,627 દર્દીઓ રિકવર થયા :વધુ 269 દર્દીના મોત સાથે કુલ મૃત્યુઆંક 4980 થયો :મહારાષ્ટ્રમાં સૌથી વધુ નવા 2682 કેસ સાથે કુલ સંક્રમિતની સંખ્યા 62,228 થઇ : તામિલનાડુમાં નવા 874 કેસ :દિલ્હીમાં 1105 નવા કેસ નોંધાયા access_time 12:53 am IST

  • મહિલાઓને આવતું માસિક એ કોઈ શરમજનક બાબત નથી : માત્ર યુવતીઓને જ નહીં યુવાનોને પણ આ બાબતની ખબર હોવી જોઈએ : સ્વચ્છતા અભિયાન અંતર્ગત દેશના જન ઔષધિ કેન્દ્રો ઉપરથી વ્યાજબી ભાવે સેનેટરી નેપકીન વેચવાનું આયોજન કરાયું છે : મહિલા બાલ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની access_time 7:07 pm IST