Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

મોડાસામાં પાલિકાની ટીમે તપાસણી અભિયાન વધુ સઘન બનાવી જુદી જુદી ફરસાણની દુકાનમાંથી અખાદ્ય જથ્થો ઝડપી પાડ્યો

મોડાસા: નગરપાલિકા દ્વારા નગરની જુદીજુદી ફરસાણ,સ્વીટમાર્ટ અને આઈસ્ક્રીમ પાર્લરોમાં વ્યાપક ચેકીંગ ઝુંબેશ હાથ ધરાઈ હતી.આ ઝુંબેશ દરમ્યાન જુદાજુદા એકમો,સ્ટોલમાંથી મળી આવેલ ૧૦૯૬ કીલો અખાદ્ય જથ્થાનો પાલિકાની સેનેટરી ટીમ દ્વારા નાશ કરાયો હતો.જયારે આગામી દિવસોમાં આ તપાસણી અભિયાન વધુ સઘન બનાવવા માં આવનાર હોવાનું જણાવાયું હતું.

કોરોનાને લઈ ધંધા-રોજગાર પ્રભાવીત થયા છે.છેલ્લા બે માસ થી લોકડાઉન ને લઈ બંધ દુકાનો હવે છુટછાટ અપાતા શરૂ કરાઈ છે.ત્યારે બે માસ થી બંધ ફરસાણની દુકાનો,સ્વીટમાર્ટ અને આઈસ્ક્રીમ પાર્લર અને કોલ્ડ્રીકન્સ હાઉસમાં પડેલ ખાદ્ય પદાર્થ ને ભારે નુકશાન પહોંચ્યું છે.બગડી ગયેલ આવો અખાદ્ય પદાર્થ નું વેચાણ ન કરાય તે માટે સરકાર દ્વારા કરાયેલ આદેશ હેઠળ મોડાસા નગરપાલિકા  દ્વારા નગરમાં ચેકીંગ ઝુંબેશ સઘન બનાવાઈ છે.આ ઝુંબેશ હેઠળ પાલિકાના આરોગ્ય અને સેનેટરી વિભાગના ઈન્સ્પેકટર સુનીલ પુરોહિત સહિતની ટીમ દ્વારા ગુરૂવારના રોજ છ એકમોમાં સઘન તપાસ હાથ ધરાઈ હતી. આ તપાસણી દરમ્યાન જુદાજુદા ૩ એકમો માંથી મળી આવેલ ૧૦૯૬ કીલો અખાદ્ય પદાર્થ ઝડપી નાશ કરી દેવાયો હતો.આગામી દિવસોમાં પણ આ અખાદ્ય પદાર્થનો નાશ કરવાની ઝુંબેશ સઘન બનાવવામાં આવનાર હોવાનું પાલિકા પ્રમુખ સુભાષભાઈ શાહે જણાવ્યું હતું.

(6:10 pm IST)