Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

મેઘરજ તાલુકાના રામગઢી નજીક ટ્રકમાં રીપેરીંગની કામગીરી દરમ્યાન અચાનક આગ ભભૂકી ઉઠતા ટ્રક બળીને ખાખ

મેઘરજ:તાલુકાના રામગઢી પાસે ટ્રકમાં રીપેરીંગની કામગીરી દરમ્યાન અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ લેતાં બોરવેલ ની ટ્રક બળીને ખાખ થઈ ગઈ હતી. આગના ગોટેગોટા ઉડતાં લોકોના ટોળા ઘટના સ્થળે ઉમટી પડયા હતા.  સ્થાનિકોએ ફાયર વિભાગને જાણ કરતાં ઘટના સ્થળે આવી તે ૫હેલાં જ ટ્રક બળીને ખાખ થઈ ગઈ હતી.  

રામગઢી પાસે બોરવેલના  ટ્રકમાં ખામી સર્જાતાં રીપેરીંગની કામગીરી હાથ ધરાઈ હતી.તે દરમ્યાન અચાનક ટ્રકમાં આગ ભભૂકી ઉઠી હતી.પેટ્રોલપંપ થી માત્ર થોડેક દૂર આગની ઘટના સર્જાતા આ વિસ્તારમાં ભયનો માહોલ છવાયો હતો.ટ્રકમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ટ્રક બળીને રાખ થઈ ગઈ હતી. સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી પરંતુ ટ્રક બળીને ખાખ થઈ જતાં મોટું નુકશાન થયું હતું.

(6:08 pm IST)