Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

ગાંધીનગર: ચિલોડા હિંમતનગર હાઇવે પર પોલીસે કારમાંથી વિદેશી દારૂની 17 બોટલ ઝડપી:સાડા ત્રણ લાખનો મુદામાલ જપ્ત

ગાંધીનગર:કોરોના વાઈરસના સંક્રમણને અટકાવવાની સાથેસાથે પોલીસ વાહન ચેકીંગ દરમ્યાન વિદેશી દારૂ પણ પકડી રહી છે ત્યારે શહેર નજીક ચિલોડા હિંમતનગર હાઈવે ઉપર ચંદ્રાલા પાસેથી પોલીસે એક કારમાંથી વિદેશી દારૂની ૧૭ બોટલ અને અન્ય એક કારમાંથી  વિદેશી દારૂની ત્રણ બોટલ કબ્જે કરી બન્ને કારના ચાલકોની અટકાયત કરીને કુલ સાડા ત્રણ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.    

લોકડાઉનમાં આંશિક છુટછાટ બાદ દારૂની હેરાફેરી પણ વધી ગઈ છે ત્યારે પોલીસ દ્વારા અન્ય જિલ્લામાંથી આવતાં વાહનોને ગાંધીનગરની વિવિધ બોર્ડરો ઉપર તપાસવામાં આવી રહયા છે. ખાસ કરીને ચિલોડા હિંમતનગર હાઈવે ઉપર વિદેશી દારૂની હેરાફેરી વધુ જોવા મળતી હોય છે જેના કારણે ચિલોડા પોલીસ દ્વારા ચંદ્રાલા પાસે ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે જયાં શંકાસ્પદ વાહનો ઉભા રાખીને તેની તપાસ કરાઈ રહી છે.

(6:06 pm IST)