Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

ખ્યાતનામ જયોતિષ બેજાન દારૂવાલાનું કોરોનાથી નિધન

જ્યોતિષે કોરોના વહેલો વિદાય લેશે એમ પણ કહ્યું હતું : અઠવાડિયા પહેલાં શ્વાસ લેવામાં તકલીફ થતાં એપોલો હોસ્પિટલમાં દાખલ કરાયા હતા : સારવાર વેળા મોત

નવી દિલ્હી, તા. ૧૧  : વિશ્વભરમાં પોતાની ખ્યાતિ ફેલાવનારા અમદાવાદના જાણીતા જ્યોતિષ બેજાન દારુવાલાનું કોરોનાથી નિધન થયું છે. પ્રાપ્ત વિગતો અનુસાર તેમનો ૨૨મી મેના રોજ તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેઓ એપોલો હોસ્પિટલમાં સારવાર હેઠફ્ર હતા, અને તેમને શ્વાસ લેવામાં તકલીફ થતાં વેન્ટિલેટર પર મૂકાયા હતા. તેઓ ૮૯ વર્ષના હતા. દારુવાલાના પુત્ર નસ્તુરે જણાવ્યું હતું કે, તેમના પિતા એક યોદ્ધાની માફક છેલ્લા શ્વાસ સુધી બીમારી સામે લડ્યા. તેમણે આગાહી કરી હતી કે કોરોના વાયરસ જલ્દીથી ચાલ્યો જશે. દેશ વિશે આગાહી કરતા તેમણે એમ પણ જણાવ્યું હતું કે, ગરીબી તેમજ બેકારી છતાં પણ ભારત ફિનિક્સની જેમ બેઠું થશે. આગામી વર્ષ દેશ માટે ખૂબ જ સારું રહેશે, અને ભારત જલ્દીથી મહાસત્તા બનશે. બેજાન દારૂવાલાનો જન્મ ૧૧ જુલાઈ ૧૯૩૧ના રોજ મુંબઈમં થયો હતો. તેઓ અંગ્રેજીના પ્રોફેેસર પણ રહી ચૂકયા છે. બેજાન દારૂવાલાએ નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનશે તેવી આગાહી કરી હતી.

               સંજય ગાંધીની ભવિષ્ય વાણી કરીને તેઓ ચર્ચામાં આવ્યા હતા. તેઓ વિશ્વવિખ્યાત જયોતિષ અને ટેરો રેડિંગ, વાસ્તુ, હવામાન વિજ્ઞાનને લગતી બાબતોના નિષ્ણાત હતા.  દરમિયાન અગાઉના અહેવાલો અનુસાર દેશ-વિદેશમાં ખૂબ જ જાણીતું નામ છે તેવા એક ટોચના વયોવૃદ્ધ જ્યોતિષાચાર્ય હાલ થોડા દિવસથી અમદાવાદની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જે અંગે તેમના દીકરાએ જણાવ્યું કે તેમને ન્યુમોનિયા અને બ્રેઈન હાઈપોક્સિયાના કારણે હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે. જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોરોના પોઝિટીવ લિસ્ટ મુજબ એશિયામાં જેમની જ્યોતિષને લગતી કોલમને સૌથી વધુ વાંચવામાં આવે છે તેવા ૯૦ વર્ષના વયોવૃદ્ધ જ્યોતિષાચાર્યનો ૨૨મેના રોજ કોરોના કેસ પોઝિટીવ આવ્યો હોવાથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જો કે પરિવાર આ દાવાને નકારી રહ્યો છે. તેમના દીકરાએ કહ્યું કે, મારા પિતાને ન્યુમોનિયા થયો છે અને હાલ ડોક્ટર તેમના મગજને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રહે તે માટે સારવાર કરી રહ્યા છે. તેમને કોરોના થયો છે તેવા દરેક દાવાને હું નકારી રહ્યો છું. હાર્પર કોલિન્સ દ્વારા પબ્લિશ્ડ કરવામાં આવેલ 'ધ મિલેનિયમ બુક ઓફ પ્રોફેસી' અનુસાર છેલ્લા ૧૦૦ વર્ષમાં દુનિયાભરમાં થયેલા જ્યોતિષાચાર્યાે પૈકી જેમનું નામ ટોચના ૧૦૦ જ્યોતિષાચાર્યાેમાં ગણાય છે.

              તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને અમિતાભ બચ્ચન અને સચિન તેંડુલકર જેવા દરેક સેલેબ્રિટી અંગે જેમણે સાચી પડેલી આગાહીઓ કરી છે. જ્યારે આ અંગે તમામ બાબતોથી અવગત કેટલાક સૂત્રાએ જણાવ્યું છે કે, અમદાવાદના બહારની તરફ આવેલ એક પ્રાઈવેટ હોસ્પિટલમાં સ્પેશિયલ કોવિડ-૧૯ વોર્ડમાં આ જ્યોતિષાચાર્યને દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે મહત્ત્વનું છે કે, એપ્રિલના બીજા સપ્તાહમાં પોસ્ટ કરવામાં આવેલ એક ઓનલાઈન વીડિયોમાં આ જ્યોતિષાચાર્યને આગાહી કહી હતી કે કોરોના મહામારીનું સંકટ ફક્ત મે મહિના સુધી જ રહેશે. ત્યારબાદ ૨૧ મે પછી આ બીમારી પોતાની જાતે જ ચાલી જશે. સૂૂત્રો મુજબ આ જ્યોતિષાચાર્યને ગત વર્ષે બ્રેઈન સ્ટ્રોકના કારણે અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જેમાંથી તેઓ રિક્વર થઈ ગયા હતાં.

(10:10 pm IST)
  • આણંદ જિલ્લાના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ : ખંભાત શહેર સહિત ગ્રામ્ય પંથકમાં છૂટો છવાયો વરસાદ : કમોસમી વરસાદને કારણે ધરતીપુત્રોમાં ચિંતા access_time 10:32 pm IST

  • મુંબઈના કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસ્યો : મુંબઈમાં આજથી જ વરસાદી વાદળાઓ ઘેરાયા access_time 12:42 am IST

  • મહારાષ્ટ્રના આ શહેરોમાં રવિ કે સોમવારથી વરસાદ ચાલુ : મુંબઇ, બાદલપુર, થાણે, કલ્યાણ, નાસીક, અંબરનાથ, પનવેલ, પુણે, કોલ્હાપુર, અહમદનગર, સતારા, નાગોથાણે, પાલઘર, ગોરેગાંવ, જુન્નર, લોનાવાલા અને કરજતમાં તા.૩૧ અથવા ૧ જુનથી વરસાદ શરૂ થઇ જશે. જે ૮ જુન સુધી ઓછા વધુ પ્રમાણમાં ચાલુ રહેશે access_time 11:50 am IST