Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

ગાંધીનગરમાં નવા સેકટરોમાં રાત્રીના સમયે અંધારપટ છાવાયજતા લોકોને વસાહત કરવામાં મુશ્કેલીનો સામનો કરવની નોબત આવી

ગાંધીનગર:શહેરમાં નવા સેકટરોમાં રાત્રીના સમયે અંધારપટ છવાયેલો હોવાના કારણે વસાહતીઓની મુશ્કેલી વધી છે. એકબાજુ રાત્રી કરફ્યુના કારણે કોઈ બહાર નીકળતું નથી ત્યારે સ્ટ્રીટલાઈટ બંધ હોવાના કારણે સેકટર ભેંકાર ભાસતું હોય છે જેથી  તંત્ર દ્વારા સત્વરે સેકટરોમાં રાઉન્ડ લઈને બંધ સ્ટ્રીટલાઈટો ચાલુ કરવા માંગણી કરાઈ રહી છે. 

ગાંધીનગર શહેરમાં સાંજના સાતથી સવારના સાત વાગ્યા સુધી કરફ્યુનો કડકપણે પાલન થઈ રહયું છે. સાંજ પછી કોઈ વસાહતી ઘરની બહાર નીકળતા નથી પરંતુ રાત્રીના સમયે સેકટરોના આંતરિક વિસ્તારોની સ્ટ્રીટલાઈટો બંધ રહેવા અને કોઈ ચહલપહલ નહીં થતાં સેકટરોમાં ભેંકાર ભાસતો હોય છે આવી સ્થિતિમાં વસાહતીઓને ચોરી લૂંટનો પણ ડર સતાવી રહયો છે. શહેરના સે-૩/સી, સે-ર, સે-૬ જેવા ઘણા વિસ્તારોમાં લાઈટો બંધ રહેવાના કારણે ઈમરજન્સી ડયુટી પુરી કરીને ઘરે જતાં કર્મચારીઓને પણ મુશ્કેલી પડી રહી છે ત્યારે તંત્ર દ્વારા આ વિસ્તારોનો રાઉન્ડ લઈને સત્વરે બંધ સ્ટ્રીટલાઈટ શરૂ કરવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે. 

(6:05 pm IST)