Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

સુરતના રાંદેરમાં મોડી રાત સુધી પ્રોવિઝન સ્ટોર ખુલ્લો રાખનાર શખ્સ સહીત ત્રણની પોલીસે રંગે હાથે ધરપકડ કરી

સુરત: શહેરમાં કરફ્યુ હોવા ઉપરાંત ક્લસ્ટર એરિયા જાહેર કરવામાં આવ્યો હોવા છતા રાંદેર ખિદમત નગર મસ્જિદની સામે મોડી રાત સુધી પ્રોવિઝન સ્ટોર ખુલ્લો રાખનાર દુકાનદાર સહિત ત્રણ જણાની રાંદેર પોલીસે એપેડમિક ડિસીઝ એક્ટ હેઠળ ધરપક્ડ કરી છે.
લોક્ડાઉનના ચોથા તબક્કા અંતર્ગત સાંજે 7 વાગ્યાથી સવારે 7 વાગ્યા દરમ્યાન કરફ્યુ લાદવા ઉપરાંત કોરોના પોઝિટિવ કેસના કારણે રાંદેર વિસ્તારને ક્લસ્ટર જાહેર કરવામાં આવ્યો છે. તેમ છતા રાંદેર ટાઉનમાં ખિદમત નગર મસ્જિદની સામે રાત્રે 10.30 વાગ્યા સુધી પ્રોવિઝન સ્ટોર ખુલ્લો રાખવામાં આવ્યો હતો અને દુકાનદાર સહિત ત્રણ જણા માસ્ક પહેર્યા વગર અને સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યા વિના બેઠા હતા. જેથી રાંદેર પોલીસે દુકાનદાર અલતાફ ખલીલ શેખ (ઉ.વ. 20 રહે. 101, ગુજરાત સ્લમ બોર્ડ, ખિદમત નગર મસ્જિદની સામે, રાંદેર) અને તેના બે મિત્ર તનવીર ઉર્ફે છોટુ મુનાફ પટેલ (ઉ.વ. 24 રહે. ઘર નં. 1027 જમાદાર સ્ટ્રીટ, રાંદેર) અને સોહેલ હારૂન સૈયદ (ઉ.વ. 24 રહે. ઘર નં. 41, રાંદેર ટાઉન બસ સ્ટેન્ડ પાસે) ની એપેડમિક ડિસીઝ એક્ટ હેઠળ ગુનો નોંધી ધરપક્ડ કરી હતી.

(6:01 pm IST)