Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

સુરતમાં લોકડાઉનમાં નાણાકીય ભીડ જનતા અડાજણના કાપડ દલાલે ફાંસો ખાઈ જીવન ટુંકાવતા અરેરાટી

સુરત: શહેર અડાજણના યુવાન કાપડ દલાલે ગઈકાલે રાત્રે ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. જોકે લોકડાઉનના લીધે કામકાજ હોવાથી તેમને નાણાકીય તકલીફ પડતી હોવાથી ટેન્શનમાં આવી આ પગલું ભર્યું હોવાની શક્યતા છે

નવી સિવિલથી મળેલી વિગત મુજબ અડાજણના સરસ્વતી વિદ્યાલય પાસે અભિવન એપાર્ટમેન્ટમાં રહેતા 42 વર્ષીય સંજયભાઈ શોભરાજ બતાની એ ગઈકાલે રાત્રે ઘરમાં બેડરૂમમાં છતના હુક સાથે દોરી બાંધી ગળેફાંસો ખાઇ મોતને વહાલું કર્યું હતું

સંજયભાઈના પરિચિત વ્યક્તિ એ કહ્યું હતું સંજયભાઈ રીંગરોડની ટેક્સટાઈલ માર્કેટમાં કપડાની દલાલી અને એમ્બ્રોઇડરી કામકાજ સાથે સંકળાયેલા હતા. આ કામ કરીને તે પરિવારનું ભરણપોષણ કરતા હતા.

(6:00 pm IST)