Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

સુરતના લીંબાયતમાં મધ્યરાત્રીએ તસ્કરોએ મેડિકલને નિશાન બનાવી 41 હજારની મતાની ઉઠાંતરી કરી:ગુનો દાખલ

સુરત: શહેરના લીંબાયત મહાપ્રભુનગર સર્કલ પાસે તસ્કરો ગતરાતે મેડીકલ એન્ડ જનરલ સ્ટોરને નિશાન બનાવી શટર વચ્ચેથી ઉંચુ કરી રોકડા રૂ.41,000 ચોરી ફરાર થઈ ગયા હતા.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ રાજસ્થાનના વતની અને સુરતમાં લીંબાયત મોડલ ટાઉનની બાજુમાં જલારામ નગર 3 ઘર નં.એ/1/45 માં રહેતા 30 વર્ષીય શેરસીંગ જોધારામ પટેલ લિંબાયત મહાપ્રભુનગર સકર્લ પાસે સહજ કેમિસ્ટ એન્ડ જનરલ સ્ટોર્સના નામે મેડીકલ સ્ટોર્સની દુકાન ધરાવે છે.

ગતરાત્રે શેરસીંગ દુકાન બંધ કરી ઘરે ગયા હતા અને આજે સવારે 7 વાગ્યે દુકાને આવ્યા ત્યારે દુકાનનું શટર વચ્ચેથી ઊંચું વળેલું હતું. રાત્રે તસ્કરો દુકાનનું શટર વચ્ચેથી ઉંચુ કરી અંદર પ્રવેશી ટેબલના અલગ અલગ ખાનામાં મુકેલા રોકડા રૂ.41,000 ચોરી ફરાર થઇ ગયા હતા. બનાવ અંગે શેરસીંગે લીંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(5:59 pm IST)
  • રાજકોટમાં આજે લેવાયેલ 150 રિપોર્ટમાંથી 140 નેગેટિવ 7 પોઝિટિવ અને 3 નું રિઝલ્ટ બાકી: રાજકોટમાં ચાર રિપોર્ટ પોઝિટિવ : ગોંડલના બે રિપોર્ટ પોઝિટીવ આવ્યો access_time 8:24 pm IST

  • બ્રહ્મપુત્રા નદીમાં ભયંકર પૂરઃ આખે આખુ મકાન તણાઇ ગયું : આસામના અનેક વિસ્તારોમાં ભારે વરસાદઃ બ્રહ્મપુત્રા નદીએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું: ધુબરી જીલ્લાના પટકતા બજારમાં બ્રહ્મપુત્રાના કિનારાને તોડી પ્રચંડ પ્રવાહે આખે આખા મકાનને સ્વાહા કર્યું હતુ. access_time 3:56 pm IST

  • રાત્રે વડોદરામાં વાતાવરણમાં પલટો : કેટલાક સ્થળોએ વરસાદ વરસ્યો ; ભારે પવન સાથે વરસાદ : વાતાવરણમાં ઠંડક પ્રસરી access_time 10:23 pm IST