Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

વડોદરા:કરજણ-માંગલેજ ચોકડી નજીક કાર રીપેર કરતા શખ્સને ટ્રેલર ચાલકે હડફેટે લેતા આધેડનું કમકમાટીભર્યું મૃત્યુ

વડોદરા: શહેરમાં કરજણ હાઇવે માંગલેજ ચોકડી પાસે કારનું ટાયર ફાટતા ડ્રાયવરે કાર સાઇડ પર પાર્ક કરી હતી અને ટાયર બદલતો હતો તે સમયે એક ટ્રેલર ચાલક અકસ્માત કરીને ભાગી ગયો હતો જે અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા આધેડનું મોત નીપજ્યું છે.

આ અંગેની વિગત એળી છે કે,  મંજુસર જીઆઇડીસીમાં આવેલી કૌસંભ મલ્ટીટ્રેડ પ્રા.લિ. કંપનીમાં પરેશ સુરેશભાઇ શાહ (રહે. મહાકાલી એપાર્ટમેન્ટ સરખેજ અમદાવાદ) પ્રોડકશન મેનેજર તરીકે નોકરી કરે છે. આજે સવારે સાત વાગ્યે કંપનીના ડ્રાયવર ભીખાભાઇ હરમાનભાઇ મકવાણાઅને ફોરમેન અવધરાજસીંગ દદનસીંગ સાથે અંકલેશ્વર જવા માટે નીકળ્યા હતા. કરજણ માંગલેજ ચોકડી પાસે આવતા કારનું ટાયર ફાટયુ હતું.

(5:59 pm IST)