Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

વડોદરામાં ડ્રગ્સનો મોટો જથ્થો ઘુસાડનાર રાજસ્થાનના માફિયાને એસઓજીની ટીમે ઝડપી પાડ્યા

વડોદરા: શહેર માં ડ્રગ્સનો મોટો જથ્થો ઘૂસાડનાર રાજસ્થાની ડ્રગ્સ માફિયા નરેન્દ્ર ઉર્ફે ચેનારામ પાસે નિયમિત ડ્રગ્સનો જથ્થો મેળવી નાના ગ્રાહકો સુધી પહોંચાડતા મોબાઇલના એક વેપારી સહિત ત્રણ સબ એજન્ટોને શોધવા એસઓજીની ટીમોએ દરોડા પાડયા છે.

વડોદરા નજીક હાઇ વે પરથી રૃા.૪૭ લાખની કિંમતના મેથેમ્ફેટામાઇન ડ્રગ્સ સાથે પકડાયેલા રાજસ્થાનના ડ્રગ્સ માફિયા નરેન્દ્ર ઉર્ફે ચેનારામ ચૌધરી અને તેના વડોદરાના સાગરીત પંકજ માંગુકીયાની એસઓજીની ધરપકડ કર્યા બાદ બંનેને રિમાન્ડ પર લેવામાં આવ્યા છે.

પોલીસની તપાસમાં રાજસ્થાનના ડ્રગ્સ માફિયા નરેન્દ્રએ લોકડાઉન પહેલાં વડોદરાના ત્રણ સબ એજન્ટો મારફતે રૃા.૨૫ લાખની કિંમતનું ૨૫૦ ગ્રામ મેથેમ્ફેટામાઇન ડ્રગ્સ ઘૂસાડયુ હોવાની વિગતો બહાર આવી છે.

(5:58 pm IST)