Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

અમદાવાદના વાડજમાં પોલીસે બાતમીના આધારે એપાર્મેન્ટમાં ધમધમતા જુગારધામ પર દરોડા પાડી 6 જુગારીઓને ઝડપી પાડ્યા

અમદાવાદ:વાડજ પોલીસને માહિતી મળી હતી કે જુના વાડજના સોરાબજી કમ્પાઉન્ડમાં પોલીસને માહિતી મળી હતી કે અપાર્ટમેન્ટમાં ત્રીજા માળે શખ્સો જુગાર રમી રહ્યા છે. જેને આધારે પોલીસે દરોડો પાડતા છ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા.

તપાસમાં એપાર્ટમેન્ટમાં રહેતા પવન હરેશભાઈ ગનવાણી બહારથી માણસો બોલાવીને જુગાર રમાડતા હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે આરોપીઓ પાસેથી જુગારના સાધનો, રોકડ રકમ, 3 મોબાઈલ, ટીવી અને ઓટોરિક્ષા મળીને કુલ રૂપિયા 1,11,530 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

(5:57 pm IST)