Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

અમદાવાદના વસ્ત્રાપુરમાં સિંધુભવન ચાર રસ્તા નજીક અલગ અલગ બનાવમાં કાર લઈને હેરાફેરી કરનાર આંઠ શખ્સોને પોલીસે રંગે હાથે ઝડપી પાડ્યા

અમદાવાદ:વસ્ત્રાપુરમાં સિંધુભવન ચાર રસ્તા પાસે મર્સિડીઝ કારમાં જઈ રહેલા માંરૂત વી.પટેલ અને સુરેશ જી પટેલની વસ્ત્રાપુર પોલીસે ધરપકડ કરી હતી. સિંધુભવન ચાર રસ્તા પાસેથી કારમાં જઈ રહેલા કુંજલ એસા તિમિર એન સંઘવી અને વિક્રમ સિંહ પટેલની પોલીસે ધરપકડ કરી હતી. તે સિવાય સિંધુભવન ચાર રસ્તા પાસે જ કારમાં જઈ રહેલા હર્ષ આર જૈન અને તેની પત્ની સુધીકા હર્ષ જૈનની પોલીસે ધરપકડ કરી હતી.

ઉપરાંત સિંધુભવન ચાર રસ્તા પાસે જ કાર લઇને જઇ રહેલા ચૈતાલીબેન એસ શાહની વસ્ત્રાપુર પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે તમામ વિરુદ્ધ જાહેરનામાનો ભંગ કરવા બદલ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

(5:56 pm IST)