Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

૧ જૂનથી ગુજરાતમાં ૩૪ જેટલી ખાસ ટ્રેનો દોડશેઃ મુંબઇ સેન્‍ટ્રલ-અમદાવાદ તથા દક્ષિણ ગુજરાતના યાત્રિકોને લાભ મળશે

અમદાવાદ: કેન્દ્ર સરકારના મંત્રાલય દ્વારા 1 જૂનથી દેશભરમાં ટ્રેનો દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે ગુજરાતમાંથી પણ ટ્રેનો શરૂ થશે. વેસ્ટર્ન રેલ્વે દ્વારા 1 જૂનથી ગુજરાતમાંથી 34 જેટલી ખાસ ટ્રેનો શરૂ કરવામાં આવશે. વેસ્ટર્ન રેલ્વે દ્વારા આ ખાસ ટ્રેનોની માહિતી રાજ્ય સરકારને આપવામાં આવી છે. આ ટ્રેનોમાં દક્ષિણ ગુજરાતને સૌથી વધુ 24 ટ્રેનોનો લાભ મળશે. મુંબઈ સેન્ટ્રલ અને અમદાવાદ વચ્ચે પણ એક ટ્રેન દોડાવવાની જાહેરાત કરાઈ છે. આ 34 ટ્રેનોમાં ગુજરાતમાંથી પસાર થતી ટ્રેનો પણ છે. ત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને મુસાફરોને ટ્રેનમાં પ્રવેશ આપવામાં આવે તેવી ખાસ સૂચના આપવામાં આવી છે.

કઈ 34 ટ્રેનો ગુજરાતમાંથી દોડશે

ટ્રેન નંબર  

ઉપડશે   

જશે       

સ્ટોપેજ

02480   

બાન્દ્રા   

જોધપુર        

સુરત-અંકલેશ્વર

02479   

જોધપુર   

બાન્દ્રા       

અંકલેશ્વર-સુરત

02933   

મુંબઈ સેન્ટ્રલ          

અમદાવાદ

વાપી, વલસાડ, સુરત, ભરૂચ

02934   

અમદાવાદ   

મુંબઈ સેન્ટ્રલ   

ભરૂચ, સુરત, વલસાડ, વાપી

09045   

સુરત   

છાપરા       

સુરત, ઉધના, વ્યારા

09096  

છાપરા    

સુરત        

વ્યારા, ઉધના, સુરત

09041  

બ્રાન્દ્રા

ગાઝીપુર વીકલી

વાપી, વલસાડ, ભરૂચ 

09042  

ગાઝીપુર    

બ્રાન્દ્રા       

ભરૂચ, વલસાડ, વાપી

09037  

બાન્દ્રા    

ગોરખપુર      

વાપી, વલસાડ, સુરત, અંકલેશ્વર

0938   

ગોરખપુર   

બાન્દ્રા       

વાપી, વલસાડ, સુરત, અંકલેશ્વર

0939   

બાન્દ્રા    

મુઝફ્ફર       

વાપી, વલસાડ, સુરત, અંકલેશ્વર

0940   

મુઝફ્ફર    

બાન્દ્રા        

સુરત

02903 

મુંબઈ સેન્ટ્રલ          

અમૃતસર

 સુરત

02904   

અમૃતસર   

મુંબઈ સેન્ટ્રલ  

વાપી, વલસાડ, સુરત, ભરૂચ, નવસારી

02925   

બાન્દ્રા    

અમૃતસર      

વાપી, વલસાડ, સુરત, ભરૂચ

02926   

અમૃતસર    

બાન્દ્રા       

વાપી, સુરત, અંકલેશ્વર

02955   

મુંબઈ   

જયપુર       

ભરૂચ, સુરત, ઉધના, બારડોલી, મઢી, વ્યારા

02956   

જયપુર    

મુંબઈ સેન્ટ્રલ  

વ્યારા, મઢી, બારડોલી, ઉધના, સુરત, ભરૂચ

02833   

અમદાવાદ   

હાવરા           

સુરત

2834   

હાવરા    

અમદાવાદ       

સુરત

09083   

અમદાવાદ    

મુઝફ્ફરપુર       

સુરત

09084   

મુઝફ્ફપુર   

અમદાવાદ        

સુરત

09089   

અમદાવાદ    

ગોરખપુર         

સુરત

09090   

ગોરખપુર    

અમદાવાદ         

સુરત

(5:00 pm IST)