Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

COVID-19ના ટેસ્ટનો રિપોર્ટ પાંચ કલાકમાં મળવો જોઈએઃ અમદાવાદ મેડિકલ એસો. હાઇકોર્ટ પહોંચ્યું

જટીલ પ્રક્રિયાને કારણે ખુદ ડોકટરને પણ કોવિડ ટેસ્ટ કરાવવો હોય તો ૫ દિવસ લાગે છે

અમદાવાદ,તા.૨૯: મેડિકલ એસો,એ કોવિડ ૧૯ ટેસ્ટનાં રિપોર્ટની પ્રક્રિયા ૪થી ૫ કલાકમાં પતી જાય તે માટે હાઈકોર્ટની શરણ લીધી છે. આ અંગે આજે શુક્રવારે તેનું હિયરિંગ છે. સરકારી નિયમ મુજબ હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ માટે દર્દી આવે એટલે તેના કોવિડ ટેસ્ટ માટે CDHO (ચિફ ડેપ્યુટી હેલ્થ ઓફીસર) ને જે તે હોસ્પિટલ અને ડોકટરે મેઈલ કરી પેશન્ટનાં કોવિડ ટેસ્ટ માટે મંજૂરી લેવી પડે છે.આ મેઇલનો હા કે ના નો જવાબ આવતા ૪ થી ૫ દિવસ લાગી જાય છે.

આ પાંચ દિવસ દરમિયાન દર્દી કોવિડગ્રસ્ત હોય તો અન્યને ચેપ ફેલાવી શકે જેનો ભોગ ખુદ ડોકટર પણ બની શકે છે. આ બાબતે AMA તરફથી થયેલી લેખિત રજૂઆતનું કોઈ પરિણામ ના આવતા તેવો હાઇકોર્ટમાં ગયાં છે. કોવિડ ટેસ્ટ માટેની જટીલ સરકારી પ્રક્રિયાને કારણે ડોકટર દર્દીના રોગનું નિદાન ના થયું હોય તો તેની સારવાર કઈ રીતે કરે. આ જટીલ પ્રક્રિયાને કારણે ખુદ ડોકટરને પણ કોવિડ ટેસ્ટ કરાવવો હોય તો ૫ દિવસ લાગે છે. આમ ડોકટર પાસે આવતા દર્દીનો ટેસ્ટ ૫ દિવસે અને તેનો રિપોર્ટ આવતા બીજા ૨૪ કલાકનો સમય લાગે છે. આમ ૬ દિવસ જેટલા સમયમાં દર્દી બીજા લોકોમાં સંક્રમણ ફેલાવે કાં તો યોગ્ય સારવાર ન  મળતાં મૃત્યુ પામે છે.

(1:01 pm IST)