Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

રવિવારથી સુરત- અમદાવાદ ૧૪ દિ' માટે લશ્કરી લોકડાઉન હેઠળ ? જબરજસ્ત અફવા ઉડી!

સોશ્યલ મિડીયા ઉપર ફરી એક વખત લોકો ભયભીત બને તેવા અહેવાલો ફરતા થયા છે જેમાં ગુજરાત સરકારની મહત્વની બેઠક ચાલી રહ્યાનું અને સુરત-અમદાવાદ રવિવારથી (લોકડાઉન-૪ પુરૃં થાય  છે ત્યારથી) ૧૪ દિવસ માટે સૈન્યને હવાલે સંપૂર્ણ લોકડાઉન જાહેર કરાશે. માત્ર દૂધ-દવા મળશે. જો કે આવી કોઇ સત્તાવાર જાહેરાત નથી. તેથી માત્ર અફવા જ હોઇ શકે છે. સત્તાવાર જાહેરાત સિવાઇ કોઇ પણ આવી વિગતો જનતાએ માનવી નહિ, નજર અંદાજ કરવી અને ખરીદી માટે નિકળી પડવું નહિ તે હિતાવહ છે. સત્તાવાર વર્તુળો લશ્કરી લોકડાઉનની સંભાવના હાલના તબક્કે ભારપૂર્વક નકારે છે. (૮.૮)

(11:49 am IST)
  • પાકિસ્તાનના મહાઆતંકી સૈયદ સલાઉદ્દીન ઉપર જીવલેણ હૂમલો :પાકિસ્તાનના પાટનગર ઇસ્લામાબાદમાં હિઝબુલ મુઝાહિન નામના ત્રાસવાદી સંગઠનના મુખિયા સૈયદ સલાઉદ્દીન ઉપર ૨૫ તારીખે જીવલેણ હૂમલો થતા ગંભીર સ્થિતિ છેઃ પાકિસ્તાની જાસુસી સંસ્થા આઇએસઆઇ ઉપર મોટો હૂમલો કરવાનું કાવત્રુ ઘડ્યાનો તેના ઉપર આરોપ છેઃ આઇએસઆઇ તેના ઉપર સખ્ત નારાજ છેઃ તેના જ ઇશારે આ જીવલેણ હૂમલો થયો હતોઃ હાલના સમયમાં હીઝબુલ સંગઠનને આઇએસઆઇનો કોઇ ટેકો નથી access_time 3:57 pm IST

  • આણંદ જિલ્લાના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ : ખંભાત શહેર સહિત ગ્રામ્ય પંથકમાં છૂટો છવાયો વરસાદ : કમોસમી વરસાદને કારણે ધરતીપુત્રોમાં ચિંતા access_time 10:32 pm IST

  • કર્ણાટકના દક્ષિણ ભાગમાં સર્વત્ર ૩ થી ૪ ભારે વરસાદ : બેંગ્લુરૃઃ કર્ણાટકના દક્ષિણના આંતરીક ભાગોમાં ૩ થી ૪ ઇંચ જેવો ભારે વરસાદ પડયો છે. મૈસુરમાં ૩ ઇંચ, માંડયામાં ૩ાા ઇંચ અને ચામરાજનગર જીલ્લામાં ધમધોકાર ૪ ઇંચ વરસાદ ખાબકયો છે. access_time 11:51 am IST