Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

નવસારીમાં કોરોનાના વધુ બે પોઝિટિવ કેસ :બે સગીરોને ચેપ લાગ્યો: કેસની કુલ સંખ્યા 25 થઇ

નવસારીમાં આજે વધુ બે કોરોના પોઝિટિવ કેસો સામે આવ્યા છે. નવસારી ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી તે પોલીસ કર્મચારી અન્ય બે વ્યક્તિના સંપર્કમાં આવેલ હતા. તેમના પણ પોઝિટિવ રિપોર્ટ આવતા તમામ હાલ સારવાર હેઠળ ખસેડવામાં આવેલ છે.જેમાં એક 16 વર્ષનો સગીર અને 17 વર્ષનો સગીરનો સમાવેશ થયો છે. નવસારી જિલ્લામાં અત્યાર સુધીના કુલ 25 કેસો નોંધાયા છે. જેમાંથી 8 દર્દીઓ સાજા થયા છે, બાકી ની હજુ સારવાર ચાલી રહી છે.

(11:11 am IST)