Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

કાલોલ તાલુકામાં પ્રથમ કોરોના પોઝિટીવ કેસ:એરાલ ગામે અમદાવાદથી આવેલા ૬૮ વર્ષિય મહિલાને કોરોના વળગ્યો

આરોગ્ય ટીમ તથા મામલતદાર ટીડિઓ સહિતના અધિકારીઓ પહોંચ્યા

અમદાવાદ : કાલોલ તાલુકાના એરાલ ગામમાં ત્રણ દિવસ પહેલાં જ અમદાવાદથી આવેલા એક મહિલાને કોરોના પોઝિટિવ હોવાનો રિપોર્ટ આવતા કાલોલના તંત્રમાં ખળભળાટ મચી ગયો હતો.

  મળતી વિગત મુજબ કાલોલ તાલુકાના એરાલ ગામના વતની એવા રેવાબેન મોહનભાઇ સોલંકી (ઉ.વ.૬૮ ) (રહે. હરિજન ફળીયુ) લોકડાઉન દરમ્યાન અમદાવાદમાં તેઓના પુત્રવધુની સાથે રહેતા હતા તેમના પતિ મોહનભાઈ (ઉં,વ,70) સાથે તેઓને લોકડાઉન-૪ માં છુટ મળતા ત્રણ દિવસ પહેલા જ તેમના પતિ સાથે એરાલમાં આવ્યા હતા. જેઓ અમદાવાદથી આવ્યા હોવાની જાણકારીને પગલે આરોગ્ય તંત્ર દ્વારા પતિ-પત્ની બન્નેને હોમ કવેરોન્ટાઈન હેઠળ રાખવામાં આવ્યા હતા. તદ્ઉપરાંત ગોધરા સિવિલ હોસ્પિટલમાં બન્નેના સેમ્પલ મોકલવામાં આવ્યા હતા એ સેમ્પલ મુજબ રેવાબેન હરિજનનો રિપોર્ટ પોઝીટીવ હોવાનું પ્રકાશમાં આવતા રાત્રે જ આરોગ્ય તંત્રએ હરકતમાં આવી સંક્રમિત દર્દીને ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરી હતી

  હાલમાં એરાલ ગામમાં આ પોઝીટીવ મહિલા દર્દી સાથે તેમના પતિ સાથે બન્ને એકલા રહેતા હોવાથી તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા એરાલ ગામના આ અસરગ્રસ્ત વિસ્તારને પંચાયતની મદદથી કોર્ડન કરવાની તજવીજ હાથ ધરી હતી. આમ કાલોલ તાલુકામાં પ્રથમ કોરોના પોઝીટીવ કેસ દાખલ થતાં તંત્ર અને લોકોમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. ૫૭૦૦ ની વસ્તી ધરાવતા એરાલ ગામમાં દસ જેટલી જુદી જુદી ટીમો બનાવી આરોગ્ય વિભાગે ધામા નાખ્યા છે સતત 28 દિવસ સુધી 300 જેટલા મકાનોનુ આરોગ્ય વિભાગ દ્વારા સર્વેનું કામ ચાલશે રેવાબેનના સંપર્કમાં આવેલા પાંચ જેટલા વ્યક્તિઓના તાજપુરા ખાતે કોરનટાઈનમાં મુકવામાં આવ્યા છે તથા અન્ય ૧૭ લોકોને હોમ કોરનટાઈન કરવામાં આવ્યા છે ‌,‌ એરાલના નવાપુરા તથા હરિજનવાસમાં સીલ મારવામાં આવ્યું. એરાલ ગામમાં પોઝિટિવ દર્દીની મળવાને કારણે કાલોલના મામલતદાર ,નાયબ મામલતદાર ,તાલુકા વિકાસ અધિકારી સહીત આરોગ્યની ટીમ સ્થળ પર પહોંચી હતી તથા ગોધરા ખાતેથી નાયબ કલેકટર અને પ્રાંત અધિકારી પણ એરાલ ગામમાં આવવા માટે રવાના થયેલ હોવાનું જાણવા મળેલ છે. કાલોલ તાલુકામાં સૌપ્રથમ કોરોના દર્દી મળી આવતા સમગ્ર તાલુકામાં સાવચેતી અને ગભરાટનું વાતાવરણ જામ્યું છે.

(10:17 am IST)