Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

વલસાડ જિલ્લામાં કોરોનાના પોઝીટીવ કેસો, એ.પી.સેન્ટર અને કન્ટેઇનમેન્ટ ઝોન નક્કી કરાયા

વાઇરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતાં લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલાંરૂપે નિર્ણય લેવાયો

 

વલસાડ જિલ્લાના વલસાડ તાલુકાના અતુલ હિલસાઇડ-1 કોલોનીના જી-3 ટાઇપ કવાર્ટર નંબર-10, વલસાડ નગરપાલિકામાં ભારત ડેરી અંદરના રોડ ઉપર આવેલા દિવ્યં એપાર્ટમેન્ટ્ તેમજ ઉમરગામ નગરપાલિકામાં આવેલા આશીષ મિશ્રાની ચાલી, પ્રગતિનગર-1 વિસ્તાતરમાં કોરોના પોઝીટીવ કેસ જણાતાં વાઇરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતાં લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલાંરૂપે જિલ્લા મેજિસ્ટ્રેટ સી.આર.ખરસાણે એપેડેમીક ડીસીઝ એકટ અન્વેયે મળેલી સત્તાની રૂએ તાત્કાલિક અસરથી નીચે મુજબની વિગતે કન્ટેઇનમેન્ટ ઝોન નક્કી કરી 22મી સુધી કેટલાક કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.

અતુલ હીલસાઇડ-1, કોલોનીના જી-3ટાઇપ કવાર્ટર નંબર-10ના વિસ્તારને .પી. સેન્ટર તેમજ કન્ટેઇનમેન્ટ એરીયા તરીકે નક્કી કરાતાં વિસ્તારને ચારે બાજુથી સીલ કરી તેમાંથી બહાર કે અંદરની અવર-જવર પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. વિસ્તારના રહેવાસીઓને રાશન વગેરે આવશ્યઅક ચીજવસ્તુ- ગ્રામ પંચાયત અતુલ દ્વારા હોમ ડીલીવરીથી પૂરી પાડવામાં આવશે.

વલસાડ નગરપાલિકા વિસ્તારમાં આવેલા ભારત ડેરી અંદરના રોડ ઉપર આવેલા દિવ્ય એપાર્ટમેન્ટ વિસ્તાતરને .પી.સેન્ટર જાહેર કરવામાં આવ્યો્ છે. વિસ્તા્ર ઉપરાંત શાંતિકુંજ બંગ્લોઝ, માતૃકૃપા બંગ્લોઝ, ઉમિયા નિવાસ બંગ્લોઝ, અમર આર્કેડ, સૂરજ એપાર્ટમેન્ટ‍, શ્રીજી નિવાસ, શિલ્પાલય એપાર્ટમેન્ટ, ગણેશકૃપા બંગ્લોઝનો તમામ વિસ્તારને કન્ટેઇનમેન્ટ એરીયા તરીકે નક્કી કરાયા છે. વિસ્તાર ચારે બાજુથી સીલ કરી તેમાંથી બહાર કે અંદરની અવર-જવર ઉપર પ્રતિબંધ રહેશે. વિસ્તારના રહેવાસીઓને રાશન વગેરે આવશ્યક ચીજવસ્તુઓ ચીફ ઓફિસર વલસાડ દ્વારા હોમ ડીલીવરીથી પૂરી પાડવામાં આવશે.

ઉમરગામ ખાતે આવલા આશીષ મિશ્રાની ચાલી, પ્રગતિનગર-1 વિસ્તારને .પી.સેન્ટર જાહેર કરવામાં આવ્યો છે. વિસ્તા ઉપરાંત પ્રગતિનગર આંગણવાડી તથા દૂધનાથ મંદિરનો તમામ વિસ્તાર કન્ટેઇનમેન્ટ એરીયા તરીકે નક્કી કરાતાં વિસ્તાર ચારે બાજુથી સીલ કરી તેમાંથી બહાર કે અંદરની અવર-જવર ઉપર પ્રતિબંધ રહેશે. વિસ્તારના રહેવાસીઓને રાશન વગેરે આવશ્યક ચીજવસ્તુઓ ચીફ ઓફિસર ઉમરગામ દ્વારા હોમ ડીલીવરીથી પૂરી પાડવામાં આવશે.

વલસાડ તાલુકાના કોસંબા-પારધી ફળિયાના આનંદ સ્ટ્રીટ વિસ્તારને .પી.સેન્ટેર જાહેર કરવામાં આવ્યો છે. વિસ્તાર ઉપરાંત આરાધના સ્ટ્રીટ, ગંગાજી સ્ટ્રીટ, ગીતાંજલિ સ્ટ્રીટ વિસ્તાંરને કન્ટેયનમેન્ટ એરીયા તરીકે નક્કી કરાતાં વિસ્તા્ર ચારે બાજુથી સીલ કરી તેમાંથી બહાર કે અંદરની અવર-જવર ઉપર પ્રતિબંધ રહેશે. વિસ્તારના રહેવાસીઓને રાશન વગેરે આવશ્યંક ચીજવસ્તુઓ ગ્રામ પંચાયત-કોસંબા દ્વારા હોમ ડીલીવરીથી પૂરી પાડવામાં આવશે.

પારડી તાલુકાના સ્વાધ્યાય મંડળ રોડ ઉપર આવેલી રેન બસેરા હોટલ વિસ્તારને .પી.સેન્ટર જાહેર કરવામાં આવ્યો છે. વિસ્તાર ઉપરાંત રેનબસેરાથી એબી એપાર્ટમેન્ટ સુધીનો વિસ્તાંર તથા યુનીટી હોલ, આદિલ હાઉસ, સુભરા મંઝિલ, શિવકૃપા એપાર્ટમેન્ટ, ઇસ્માઇલ મંઝિલ, જેતુન મંઝિલ અને તેને અડીને આવેલા તમામ ઘરો તેમજ પંડિત સાતવળેકર ગેટ, વલસાડી ઝાંપાથી મસ્જિ્દ ફળિયા, વિસ્ટાડ રેસીડન્સી એરીયાનો તમામ વિસ્તારને કન્ટેઇનમેન્ટ એરીયા તરીકે નક્કી કરાતાં વિસ્તારને ચારે બાજુથી સીલ કરી તેમાંથી બહાર કે અંદરની અવર-જવર ઉપર પ્રતિબંધ રહેશે. વિસ્તારના રહેવાસીઓને રાશન વગેરે આવશ્યક ચીજવસ્તુઓ ચીફ ઓફિસર પારડી દ્વારા હોમ ડીલીવરીથી પૂરી પાડવામાં આવશે.

હુકમ સરકારી ફરજ અથવા કામગીરીમાં હોય તેમજ હોમગાર્ડ કે અન્ય સરકારી અને અર્ધ સરકારી, ખાનગી દવાખાના સ્ટાફ તથા ઇમરજન્સીઓ સેવા સાથે સંકળાયેલા વ્યૂક્તિ કે જેઓ કાયદેસરની ફરજ ઉપર હોય તથા ભારત સરકારના ગૃહ મંત્રાલયના અગાઉ ઇસ્યુ કરેલા હુકમોથી જાહેર કરવામાં આવેલ આવશ્યયક સેવાઓ કે જે માટે અધિકૃત અધિકારી દ્વારા પાસ ઇસ્યુ કરવામાં આવ્યા છે તેઓ તથા સ્મશાનયાત્રાને લાગુ પડશે નહીં.

(12:28 am IST)