Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

સુરતમાં જાહેરનામાના ભંગ બદલ 24 આરોપીની ધરપકડ :બહાર ફરતા 85 લોકોના વાહન જપ્ત

લોકડાઉનમાં કુલ 15,264 આરોપીઓની જુદા જુદા ગુનાઓમાં ધરપકડ; 37,180 જેટલા વાહનો ડિટેઇન

 

સુરત : કોરોના વાયરસની મહામારી વચ્ચે સુરત શહેરમાં વધી રહેલા કોરોના વાયરસના કેસોને ધ્યાને લઈ શહેર પોલીસ દ્વારા લોકડાઉનનો ચુસ્ત રીતે અમલ કરવા માટે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આજ રોજ જાહેરનામા ભંગના બદલ વિવિધ કલમો હેઠળ 24 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. બિનજરૂરી બહાનાબાજી કરીને બહાર ફરતા 85 લોકોના વાહનો જપ્ત કરવામાં આવ્યા છે.

લોકડાઉન દરમિયાન સુરત શહેર પોલીસ દ્વારા કુલ 15,264 આરોપીઓની જુદા જુદા ગુનાઓમાં ધરપકડ કરવામાં આવી છે. બિનજરૂરી બહાનાઓ બનાવીને ફરતા 37,180 જેટલા લોકોના વાહનો ડીટેઈન કરવામાં આવ્યા છે.

સુરત શહેરમાં ચોથા તબક્કાના લોકડાઉનના નિયમોનું કડકપણે પાલન કરાવવામાં આવી રહ્યું છે. જેથી શહેરીજનોએ માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ તેમજ લોકડાઉનના નિયમોનું જવાબદારીપૂર્વક પાલન કરવા અનુરોધ કરાયો છે. કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે શહેરીજનોને સહયોગ આપવા અને ઘરમાં સુરક્ષિત રહેવાની અપીલ સૂરત શહેર પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે

(12:06 am IST)