Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

ભાજપ શહેર પ્રમુખ જગદીશ પંચાલ કોરોના પોઝિટિવ

શહેરના બીજા ધારાસભ્યને કોરોના

અમદાવાદ, તા.૨૮ : ભાજપના અમદાવાદ શહેર પ્રમુખ અને નિકોલના ધારાસભ્ય જગદીશ પટેલને કોરોના પોઝિટીવ આવતા સારવાર માટે અપોલો હોસ્પિટલથી દાખલ કર્યા છે. ભાજપ શહેર પ્રમુખ જગદીશ પંચાલને છેલ્લા બે દિવસથી તાવ આવતો હતો અને રિપોર્ટ કઢાવતા કોરોનાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. તેમનો રિપોર્ટ પોઝિટીવ આવતા એપોલો હોસ્પિટલમાં દાખલ કર્યા છે. શહેર પ્રમુખની તબિયત હાલમાં સ્થિર છે. ધારાસભ્યને કોરોના પોઝીટીવ આવતા તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે.

          છેલ્લા કેટલાક સમયથી કોના સંપર્કમાં તેઓ હતા તે બાબતે કોર્પોરેશને કાર્યવાહી હાથ ધરી છે. દરમિયાનમાં જગદીશભાઈએ ટ્વિટ કરીને માહિતી આપી છે કે સવારથી ખૂબ લોકો મારા સ્વાસ્થ્યની ચિંતા કરી રહ્યા છે. હું સ્વસ્થ છું મને કોઈ તકલીફ નથી. હાલ કોરોન્ટાઈન છું આપણે જલ્દી મળીશું.

(10:09 pm IST)