Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

હવે મેડિકલ અભ્યાસનું હબ બનશે ગુજરાત: બેઠકો વધશે :નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ

રાજ્યમાં 5364 મેડિકલ બેઠક વધી અમરેલીની 185 બેઠકોમાં પણ વધારો

મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીના અધ્યક્ષ સ્થાને શિક્ષણ વિભાગના અધિકારીની હાજરીમાં ઈબીસીને લાગુ કરવા બેઠક મળી હતી. કેબિનેટ બેઠકમાં મેડિકલ કોલેજ સહિતની પ્રવેશ સહિત ચર્ચા કરવામાં આવી હતી. મેડિકલ કોલેજમાં 100 બેઠકો હોય તો ઈબીસીને કારણે 125 બેઠકો કરવી પડે તેવી પરિસ્થિતી છે
હવે 150 બેઠકો વાળી કોલેજમાં હવે 185 બેઠકો બનશે જેમાં 185 બેઠકમાંથી 28 બેઠક ઓલ ઇન્ડિયાના ક્વોટામાં જશે. ગુજરાતમાં મેડિકલ બેઠકોમાં 10 ટકા ઈબીસીને કારણે બેઠકોમાં વધારો થશે. જ્યારે 4350 મેડિકલ બેઠક ગુજરાતમાં હતી તેની જગ્યાએ હવે 914 બેઠકોનો ઈબીસીને કારણે વધશે. 914 જેટલી નવી બેઠક આ વર્ષે વધી છે. ગુજરાતની 5264 મેડિકલ બેઠકો વધશે. જ્યારે અમરેલીની 185 બેઠકોમાં પણ વધારો થશે.

(11:51 pm IST)